રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મહિલાઓ સામે ગુના આચરનારમાં ડર પેદા થવો જોઈએ: મોદી

11:10 AM Aug 16, 2024 IST | admin
Advertisement

લાલ કિલ્લા પરથી મહિલાઓ પર બળાત્કારના મામલાઓનો ઉલ્લેખ કરી આકરા પ્રહારો કરતા વડાપ્રધાન

Advertisement

એક સમયે લોકો દેશ માટે મરવા પ્રતિબધ્ધ હતા, આજે દેશ માટે જીવવા માટે પ્રતિબધ્ધ થવાનો સમય

78માં સ્વતંત્રતા દિવસના અવસર પર પીએમ મોદીએ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ પછી રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે તેમણે સ્વતંત્રતા સેનાનીઓને યાદ કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે અમે 40 કરોડ હતા ત્યારે અમે મહાસત્તાને હરાવી હતી. આજે આપણે 140 કરોડ છીએ.

પીએમ મોદીએ કહ્યું, આજે આપણે એવા અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરીએ છીએ જેમણે આપણને આઝાદ દેશ આપ્યો, આપણે આજે તેમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. તેમજ કહ્યું કે, તાજેતરની કુદરતી આફતને કારણે અમે ચિંતિત છીએ, ઘણા લોકોએ તેમના પ્રિયજનો, તેમની સંપત્તિ ગુમાવી છે, અમે તેમની સાથે ઊભા છીએ.

પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું, નઆજનો દિવસ શુભ અવસર છે. જ્યારે આપણે દેશની આઝાદી માટે શહીદ થયેલા અને પોતાનું જીવન સમર્પિત કરનાર સ્વતંત્રતા પ્રેમીઓને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છીએ. આ દેશ તેમનો ઋણી છે. આવા દરેક દેશવાસીઓ પ્રત્યે અમે શ્રદ્ધાભાવ વ્યક્ત કરીએ છીએ.થ રાષ્ટ્રને પ્રેરણા આપતા પીએમ મોદીએ કહ્યું કે જ્યારે આપણે 40 કરોડ હતા ત્યારે આપણે મહાસત્તાને હરાવી હતી, આજે આપણે 140 કરોડ છીએ.

લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ કહ્યું, નએક સમય હતો જ્યારે લોકો દેશ માટે મરવા માટે પ્રતિબદ્ધ હતા. આજે દેશ માટે જીવવા માટે પ્રતિબદ્ધ થવાનો સમય છે. દેશ માટે મરવાની પ્રતિબદ્ધતા જો આઝાદી અપાવી શકે તો દેશ માટે જીવવાની પ્રતિબદ્ધતા પણ ભારતને સમૃદ્ધ બનાવી શકે છે.થ અમારા સુધારા કોઈ રાજકીય મજબૂરી નથી. અમે નેશન ફર્સ્ટના સંકલ્પથી પ્રેરિત છીએ.

પીએમ મોદીએ કહ્યું, નજ્યારે લાલ કિલ્લા પરથી કહેવામાં આવે છે કે દેશના 18 હજાર ગામડાઓને સમય મર્યાદામાં વીજળી પહોંચાડવામાં આવશે અને તે કામ થઈ જાય છે, ત્યારે વિશ્વાસ વધુ મજબૂત બને છે. આ ભારતનો સુવર્ણકાળ છે, આ તકને જવા દેવી ન જોઈએ.થ તેમજ પીએમ મોદીએ આગળ કહ્યું હતું કે, નઆપણા દેશમાં કરોડો લોકોને કોવિડ રસીકરણનું કામ વિશ્વમાં સૌથી ઝડપી ગતિએ થયું હતું. ક્યારેક આતંકવાદીઓ આપણા દેશમાં આવતા હતા અને આપણને મારીને જતા રહ્યા હતા, જ્યારે દેશની સેના સર્જિકલ સ્ટ્રાઈક કરે છે, જ્યારે દેશની સેના એર સ્ટ્રાઈક કરે છે ત્યારે દેશના યુવાનોની છાતી ગર્વથી ફૂલાય છે.

પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી મહિલાઓ પર બળાત્કારના મામલાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે મહિલાઓ આજે તાકાત બતાવી રહી છે. બીજી તરફ તેમણે રાજ્ય સરકારને મહિલાઓ સામેના ગુનાઓ પર ગંભીર બનવાની સલાહ આપી હતી. મહિલાઓ વિરૂૂદ્ધના ગુનાઓની તપાસ વહેલી તકે થવી જોઈએ. તેમણે કહ્યું કે દીકરીઓ પર અત્યાચાર થાય છે. તેમણે કહ્યું કે ગુનેગારોમાં ડર પેદા કરવો જરૂૂરી છે.

પાંચ વર્ષમાં મેડિકલ કોલેજોમાં 75 હજાર બેઠકો વધારાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. વિકસિત ભારત બનાવવાના તેમના સંકલ્પનો ઉલ્લેખ કરતા તેમણે ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. જેમાં મેડિકલનો અભ્યાસ કરવા ઈચ્છતા યુવાનો માટે મોટી જાહેરાત પણ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં મેડિકલ કોલેજોમાં 75,000 બેઠકો વધારવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું કે આપણા બાળકોને મેડિકલ એજ્યુકેશન માટે ઘણા દેશોમાં જવું પડે છે. એટલા માટે અમે નક્કી કર્યું છે કે પાંચ વર્ષમાં 75 હજાર સીટો વધારવામાં આવશે. અમારી સરકાર એ સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહી છે કે ખેડૂતોના બાળકોને પણ સારું શિક્ષણ મળે. કૃષિ ક્ષેત્રે પણ સુધારા જરૂૂરી છે. ધરતી માતા વિશે ચિંતા કરતા સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહી છે.

Tags :
create fear: ModiCrime against womenindiaindia newsPMMODI
Advertisement
Next Article
Advertisement