મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ
ડાન્સર અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા અને ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની છૂટાછેડાની અફવાઓ વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ તાજેતરમાં મુંબઈમાં એક મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો હતો. બંનેનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં, યુઝવેન્દ્ર બેગી લાઇટ બ્લુ જીન્સ સાથે કેઝ્યુઅલ વ્હાઇટ ઓવરસાઈઝ ટી-શર્ટમાં જોઈ શકાય છે.જ્યારે મિસ્ટ્રી ગર્લ ડાર્ક ગ્રીન ઓવરસાઈઝ સ્વેટશર્ટમાં જોવા મળી રહી છે. કેમેરા જોઈને યુઝવેન્દ્ર પણ પોતાનો ચહેરો છુપાવતો જોવા મળ્યો હતો.
આ વીડિયો ollytelly Buzz નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, યુઝવેન્દ્ર ચહલ મુંબઈની એક હોટલના એન્ટ્રી-એક્ઝીટ પોઈન્ટ પર એક છોકરી સાથે છે. આ યુવતી કોણ છે તે અંગે કોઈ માહિતી મળી નથી. પોર્ટલનો દાવો છે કે જ્યારે ચહલને યુવતી સાથે જોવામાં આવ્યો ત્યારે તે પોતાનો ચહેરો છુપાવી રહ્યો હતો.