For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સટ્ટાબાજી એપના કેસમાં ફસાયો ક્રિકેટર સુરેશ રૈના, EDએ શરૂ કરી પૂછપરછ

01:33 PM Aug 13, 2025 IST | Bhumika
સટ્ટાબાજી એપના કેસમાં ફસાયો ક્રિકેટર સુરેશ રૈના  edએ શરૂ કરી પૂછપરછ

Advertisement

સટ્ટાબાજી એપ કેસમાં પૂછપરછ માટે આજે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈના બુ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થયા. રૈના પૂછપરછ માટે દિલ્હી સ્થિત ED મુખ્યાલય પહોંચ્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર, એજન્સીએ રૈનાને સમન્સ જારી કર્યું હતું, ત્યારબાદ સુરેશ રૈના તેમનું નિવેદન નોંધાવવા માટે દિલ્હી સ્થિત ED મુખ્યાલય પહોંચ્યા હતા.

Advertisement

એજન્સીના જણાવ્યા અનુસાર, સુરેશ રૈનાનું નામ તેમની કેટલીક જાહેરાતો અને સમર્થનને કારણે આ કેસ સાથે જોડાઈ રહ્યું છે. ED ટીમે રૈના પાસેથી 1xBet એપ્લિકેશન સાથેના તેમના સંબંધો, સમર્થન સોદા અને કોઈપણ નાણાકીય વ્યવહારો વિશે સંપૂર્ણ માહિતી માંગી હતી. આ પૂછપરછ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કરવામાં આવી હતી.

રીસીવરનું નામ અને વિગતો દરરોજ બદલાતી હતી

તપાસમાં જાણવા મળ્યું કે જ્યારે એપ યુઝર દ્વારા ચુકવણી કરવામાં આવતી હતી, ત્યારે રીસીવરનું નામ અને વિગતો દરરોજ બદલાતી હતી, પરંતુ બાદમાં પૈસા રૂટ થઈને આ 1xBet ના ખાતામાં પહોંચી ગયા હતા, જેના પછી EDને શંકા ગઈ. ઉપરાંત, આ સટ્ટાબાજી એપ્લિકેશનના ખાતામાંથી પૈસા વિદેશમાં મોકલવામાં આવી રહ્યા હતા.

આ ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી અને ગેમિંગ એપ્સના પ્રમોશન સંબંધિત કેસોમાં સુરેશ રૈના ઉપરાંત ઘણી અન્ય સેલિબ્રિટીઓના નામ પણ સામે આવ્યા છે. ED ની તપાસનો અવકાશ કરોડો રૂપિયાના મની લોન્ડરિંગ અને કરચોરી સુધી વિસ્તરેલો છે. તપાસ એજન્સી આ પ્લેટફોર્મના પ્રમોટરો અને તેની સાથે સંકળાયેલા તમામ લોકોની પૂછપરછ કરી રહી છે. સુરેશ રૈના ભારતીય ક્રિકેટ ટીમના અગ્રણી ખેલાડીઓમાંના એક રહ્યા છે. જોકે, ED દ્વારા હાલમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે રૈના સામે કોઈ સીધો ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે કે માત્ર માહિતી માટે તેની પૂછપરછ કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement