For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાશીમાં ભગવાન શિવની થીમ પર ક્રિકેટ સ્ટેડિયમ, સનાતન ધર્મની ઝલક

10:55 AM Jun 10, 2025 IST | Bhumika
કાશીમાં ભગવાન શિવની થીમ પર ક્રિકેટ સ્ટેડિયમ  સનાતન ધર્મની ઝલક

વારાણસીમાં દેશનું સૌથી પહેલું એવુ સ્ટેડિયમ બની રહ્યું છે. જ્યાં આધુનિકતાની સાથે સનાતનની ઝલક પણ જોવા મળશે. આ સ્ટેડિયમ ભગવાન શિવની થીમ પર બનાવવામાં આવી રહ્યું છએ. આ સ્ટેડિયમ ત્રિશૂળ આકારની ફ્લડ લાઈટ્સ બનાવવામાં આવશે. આ ઉપરાંત સ્ટેડિયમની મુખ્ય બિલ્ડીંગ ડમરુના આકારની બનાવવામાં આવશે. જે ભગવાન શિવના ત્રિશૂળની સુંદરતામાં વધારો કરશે. એટલું જ નહીં, સ્ટેડિયમના પ્રવેશદ્વાર પર બીલીપત્રનો આકાર પણ જોવા મળશે. સ્ટેડિયમની સીડીઓ પણ કાશીના ઘાટની સીડીઓ જેવા આકારની બનાવવામાં આવી છે. આ સ્ટેડિયમ દેશનું સૌથી અનોખું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં આવશે. આ સ્ટેડિયમનું લગભગ 60 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.બાકીનું કામ ડિસેમ્બર 2025 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. આ સ્ટેડિયમનો શિલાન્યાસ સપ્ટેમ્બર 2023માં નરેન્દ્ર મોદીએ કર્યો હતો.

Advertisement

આ સ્ટેડિયમ બનાવવા માટે 451 કરોડ રુપિયાનો ખર્ચ થઈ રહ્યો છે. જેમાંથી 121 કરોડ જેટલા રુપિયા જમીન સંપાદન પાછળ ખર્ચવામાં આવ્યા છે. જ્યારે BCCI આ સ્ટેડિય 330 કરોડના ખર્ચે બનાવી રહ્યું છે. કાશીમાં ક્રિકેટ સ્ટેડિયમનું બાંધકામ પૂર્ણ થયા પછી બિહાર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢની સાથે પૂર્વી યુપીના યુવા ખેલાડીઓ માટે એક મોટું વરદાન સાબિત થાય છે. આ ઉપરાંત એવું કહેવાય છે કે 2026માં યોજાનારી IPL મેચો પણ આ સ્ટેડિયમમાં રમાશે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય મેચો પણ યોજાશે.

ગંજરીમાં બની રહેલા સ્ટેડિયમને ખાસ બનાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. સ્ટેડિયમમાં યોજાનારી મેચોના લાઇવ ટેલિકાસ્ટ માટે 2000 ચોરસ મીટરનો બ્રોડકાસ્ટ રૂૂમ (BCR) બનાવવામાં આવશે. સેટેલાઇટ અપલિંક એરિયા માટે 20k20 ફૂટનો રૂૂમ અને 12k12 મીટરનો રૂૂમ હશે. અહીં ચાર ડ્રેસિંગ રૂૂમ અને ત્રણ પ્રેક્ટિસ ગ્રાઉન્ડ બનાવવામાં આવશે. પાંચ પીચવાળા આ સ્ટેડિયમમાં વરસાદી પાણીના નિકાલ માટે ખાસ ડ્રેનેજ સિસ્ટમ પણ હશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement