For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શેરબજારમાં કડાકો!! સેન્સેક્સમાં 1650 પોઈન્ટનો ઘટાડો, રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા

02:49 PM Oct 03, 2024 IST | Bhumika
શેરબજારમાં કડાકો   સેન્સેક્સમાં 1650 પોઈન્ટનો ઘટાડો  રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Advertisement

ઈઝરાયલને ચડેલો યુદ્ધનો સનેપાત ભારતને મોંઘો પડી રહ્યો છે, ફ્યુચર ઓપ્શનના
નવા નિયમોની પણ અસર દેખાઈ

નિફ્ટીમાં 566 પોઈન્ટનો ઘટાડો : બેન્ક, આઈટી, સ્મોલકેપ, મીડકેપ, ઓટો, કેપિટલ, એફએમસીજી સહિતના 65 શેરો એક વર્ષના તળિયે

Advertisement

ગઈકાલની રજા બાદ આજે શેરબજારમાં ઈઝરાયલ-ઈરાનના વકરેલા યુદ્ધના પગલે ભારે મોટા ગાબડા નોંધાયા હતાં. સેન્સેક્સમાં આજે 1832 પોઈન્ટ અને નિફ્ટીમાં આજે 566 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. આ સાથે જ 65 જેટલા શેરો એક વર્ષના તળિયાની સપાટીએ પહોંચી ગયા હતાં. આજે બીએસઈનું માર્કેટ કેપ રૂા. 474.86 લાખ કરોડથી ઘટીને રૂા. 464.82 લાખ કરોડ થઈ ગયું હતું. માર્કેટ કેપમાં ઘટાડો થતાં રોકાણકારોના રૂા. 10.04 લાખ કરોડ સ્વાહા થઈ ગયા હતાં. ઈઝરાયલ અને ઈરાનના યુદ્ધની અસરથી ભારતના રોકાણકારો પાયમાલ થઈ રહ્યા છે.

સેન્સેક્સ મંગળવારે 84,266ના લેવલ પર બંધ થઈને આજે 1264 પોઈન્ટ તુટીને 83,002 ઉપર ખુલ્યો હતો. ભારે વેચવાલીથી બપોરે સેન્સેક્સ 1832 અંક તુટીને 83,000ની નીચે ચાલ્યો ગયો હતો. સેન્સેક્સે આજે 82,434નું બોટમ બનાવ્યું હતું. નિફ્ટીમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો હતો. મંગળવારના 25,796ના બંધ સામે નિફ્ટી આજે 344 પોઈન્ટ ઘટીને 25,452 ઉપર ખુલી હતી. ભારે ઘટાડાથી નિફ્ટીમાં 566 પોઈન્ટનો ઘટાડો નોંધાતા નિફ્ટી 25,300ની અંદર 25,230 સુધી પહોંચી ગઈ હતી. આ ઉપરાંત આજે બેંક નિફ્ટી, નિફ્ટી આઈટી, સ્મોલકેપ, મિડકેપ, ઓટો, કેપિટલ, એફએમસીજી સહિતના ઈન્ડેક્સોમાં 1.5થી 3% સુધીના ગાબડા જોવા મળ્યા હતાં.

ઈરાનના ઈઝરાયેલ પરના મિસાઈલ હુમલાને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો અને સેબીના ઋઘ નિયમોના કડકાઈથી રિટેલ સેન્ટિમેન્ટને ભારે અસર થઈ હતી, જેના કારણે બજારમાં બહુ અપેક્ષિત કરેક્શનનો માર્ગ મોકળો થયો હતો. કોટક ઇન્સ્િ ટટ્યુશનલ ઇક્વિટીઝે જણાવ્યું હતું કે, સ્થાનિક બેન્ચમાર્ક થોડા સમય માટે ફુગાવાના સ્તરે છે, જે કરેક્શનની શક્યતાઓ વધારે છે.

રોકાણકારોની સંપત્તિ, ઇજઊ એમ-કેપ દ્વારા સૂચવ્યા મુજબ, અગાઉના સત્રમાં નોંધાયેલા રૂૂ. 474.86 લાખ કરોડના મૂલ્યની સરખામણીમાં રૂૂ. 10.04 લાખ કરોડ ઘટીને રૂૂ. 464.82 લાખ કરોડ થઈ હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (છઈંક), ઇંઉઋઈ બેન્ક, ઈંઈઈંઈઈં બેન્ક, લાર્સન એન્ડ ટુબ્રો, એક્સિસ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક અને ટાટા મોટર્સ જેવા ફ્રન્ટલાઈન શેરોએ આજે ઘટાડામાં ફાળો આપ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement