CPM મહાસચિવ સીતારામ યેચુરી એઇમ્સમાં દાખલહાલત ગંભીર, ફેફસામાં ઇન્ફેકશનની સમસ્યા
કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી)ના મહાસચિવ સીતારામ યેચુરીની તબિયત બગડતા તેમને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, તેમને સોમવારે સાંજે AIIMSના ઈમરજન્સી વિભાગના રેડ ઝોનમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયતમાં સુધારો ન થતાં તેમને હોસ્પિટલના આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. તે ફેફસાના ઈન્ફેક્શનથી પીડિત છે. તેમના હોસ્પિટલમાં દાખલ થવા અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
સીતારામ યેચુરી ભારતીય રાજકારણનો જાણીતો ચહેરો છે. તેઓ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી)ના જનરલ સેક્રેટરી છે. જ્યારે રાજ્યસભાના સાંસદ હતા ત્યારે યેચુરીને 2016માં શ્રેષ્ઠ સંસદસભ્યનો એવોર્ડ મળ્યો હતો. સીતારામ યેચુરી તમિલ બ્રાહ્મણ પરિવારના છે. તેઓ લાંબા સમયથી પાર્ટીના જનરલ સેક્રેટરીનું પદ સંભાળી રહ્યા છે, જે એક રીતે પાર્ટી અનુસાર પાર્ટીના વડાનું પદ છે. સીતારામ યેચુરી 19 એપ્રિલ 2015ના રોજ પાર્ટીના જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાયા હતા, ત્યારથી તેઓ આ પદ પર કામ કરી રહ્યા છે.
સીતારામ યેચુરીનો જન્મ 12 ઓગસ્ટ 1952ના રોજ ચેન્નાઈમાં થયો હતો. 1969માં તેલંગાણામાં આંદોલન બાદ તેઓ દિલ્હી આવ્યા હતા. ડીયુની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં બીએ કર્યા પછી તેમણે જેએનયુમાંથી અર્થશાસ્ત્રમાં બીએ કર્યું અને પછી પીએચડીમાં પ્રવેશ મેળવ્યો. અહીં 1974માં તેઓ સ્ટુડન્ટ ફેડરેશન ઑફ ઈન્ડિયામાં જોડાયા અને વિદ્યાર્થી રાજકારણની શરૂૂઆત કરી. જો કે, 1977માં કટોકટી દરમિયાન ધરપકડ થયા બાદ તેઓ ઉંગઞમાંથી પીએચડી પૂર્ણ કરી શક્યા ન હતા. જેએનયુને ડાબેરીવાદનો ગઢ બનાવવામાં સીતારામ યેચુરીનું મહત્વનું યોગદાન માનવામાં આવે છે.