For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

CPI-Mના મહાસચિવ સીતારામ યેચુરીની હાલત નાજુક, ICUમાં દાખલ

03:36 PM Sep 10, 2024 IST | Bhumika
cpi mના મહાસચિવ સીતારામ યેચુરીની હાલત નાજુક  icuમાં દાખલ
Advertisement

માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઇ-એમ)ના મહાસચિવ સીતારામ યેચુરીની તબિયત નાજુક છે. તેમને થોડા દિવસ પહેલા જ દિલ્હીની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ હવે તેમને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ ડોક્ટરોની ટીમ તેમની સ્થિતિ પર નજર રાખી રહી છે.
અહેવાલો અનુસાર, 72 વર્ષીય સીપીઆઇ-એમ મહાસચિવ સીતારામ યેચુરીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. જેની સારવાર ચાલી રહી છે. તબીબોની ટીમ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. હાલ તેમની હાલત ગંભીર છે. નોંધનીય છે કે, 19મી ઓગસ્ટના રોજ તેમને છાતીમાં ઈન્ફેક્શન બાદ એઆઇઆઇએમએસમાં દાખલ કરવામાં આવ્યા હતા.

માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ સીતારામ યેચુરીનો જન્મ 12મી ઓગસ્ટ 1952ના રોજ ચેન્નાઈમાં થયો હતો. તેમણે સેન્ટ સ્ટીફન્સ કોલેજ, દિલ્હીમાંથી અર્થશાસ્ત્રમાં બીએ અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ)માંથી એમએ કર્યું છે. તેઓ વર્ષ 1974માં સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયામાં જોડાયા.
સીતારામ યેચુરી વર્ષ 1975માં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી)ના સભ્ય બન્યા. તેમને 1984માં સીપીઆઇ-(એમ)ની સેન્ટ્રલ કમિટીમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ પછી તેઓ 2015માં પાર્ટીના મહાસચિવ બન્યા. તેઓ 2005માં પશ્ચિમ બંગાળમાંથી રાજ્યસભા માટે ચૂંટાયા હતા. તેમને ડાબેરી રાજકારણનો એક અગ્રણી ચહેરો માનવામાં આવે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement