દેશના 15માં ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લેતા સી.પી. રાધાક્રિષ્નન
આજે NDA ઉમેદવાર અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. તેમેણે ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન પીએમ મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વેંકૈયા નાયડુ અને હામિદ અંસારી હાજર રહ્યા હતા.
તેમણે તેમના હરીફ ઇન્ડિયા બ્લોકના ઉમેદવાર અને સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ બી સુદર્શન રેડ્ડીને સરળતાથી હરાવ્યા. રાધાકૃષ્ણનને કુલ 767 મતોમાંથી 452 મત મળ્યા, જ્યારે રેડ્ડીને 300 મત મળ્યા. આ આંકડો કેટલાક વિપક્ષી સાંસદો દ્વારા ક્રોસ વોટિંગને કારણે વિપક્ષી છાવણીમાં તિરાડ દર્શાવે છે.
મતદાનના આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે વિપક્ષી સાંસદો દ્વારા ઘણું ક્રોસ વોટિંગ થયું હતું. જોકે, ચૂંટણી પહેલા જ સંખ્યાઓ રાધાકૃષ્ણનના પક્ષમાં હતી.
21 જુલાઈના રોજ જગદીપ ધનખરે રાજીનામું આપ્યા બાદ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અસ્તિત્વમાં આવી. તેમણે અચાનક સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપ્યું. રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા પછી, તેમણે ગુરુવારે મહારાષ્ટ્રના રાજ્યપાલ પદ પરથી રાજીનામું આપ્યું.