16મીએ હાજર થવા અરવિંદ કેજરીવાલને અદાલતનું તેડું
05:34 PM Mar 07, 2024 IST | Bhumika
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દારૂૂ નીતિ કૌભાંડ કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલને નવું સમન્સ જારી કર્યું છે. કોર્ટે તેને 16 માર્ચે હાજર થવાનો નિર્દેશ આપ્યો છે. વાસ્તવમાં, ઇડીએ એમની સામે ફરી કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. ઇડીનું કહેવું છે કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ તપાસમાં સહકાર નથી આપી રહ્યા અને ઇડી દ્વારા જારી કરાયેલા સમન્સને ધ્યાનમાં લઈ રહ્યા નથી.
Advertisement
એવામાં હવે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલને બીજું સમન્સ મોકલ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની અપીલ બાદ કોર્ટે અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલીને 16 માર્ચે હાજર થવા માટે કહ્યું છે.દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં પૂછપરછ માટે ઈડીએ અત્યાર સુધીમાં અરવિંદ કેજરીવાલને 8 સમન્સ મોકલ્યા છે. હવે આ અંગે કોર્ટમાં 16 માર્ચે સુનાવણી હાથ ધરવામાં આવશે.
Advertisement
Advertisement