રાજદ્રોહના કેસમાં કંગના રનૌતને કોર્ટની નોટિસ
અભિનેત્રીને 28મીએ હાજર થવા ફરમાન
કંગના રનૌત વિરુદ્ધ દેશદ્રોહના આરોપમાં નોટિસ જારી કરવામાં આવી છે. તેણે 28 નવેમ્બરના રોજ કોર્ટમાં અંગત રીતે અથવા એડવોકેટ મારફત પોતાનો કેસ રજૂ કરવાનો રહેશે. જો તે નિર્ધારિત તારીખે હાજર નહીં થાય તો કેસની વધુ સુનાવણી થશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને એડવોકેટ રમાશંકર શર્માએ સપ્ટેમ્બર મહિનામાં દાવો દાખલ કર્યો હતો.અભિનેત્રી અને હિમાચલ પ્રદેશ મંડીની સાંસદ કંગના રનૌત વિરુદ્ધ દેશદ્રોહના આરોપમાં નોટિસ જારી કરવામાં આવી છે. સાંસદ/ધારાસભ્ય કોર્ટે 28 નવેમ્બરે કંગના રનૌતને રૂૂબરૂૂ અથવા વકીલ મારફતે પોતાનો કેસ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને એડવોકેટ રમાશંકર શર્માએ 11 સપ્ટેમ્બર 2024ના રોજ સ્પેશિયલ જજ એમપી/એમએલએ કોર્ટમાં કંગના રનૌત વિરુદ્ધ દેશદ્રોહ અને રાષ્ટ્રના અપમાનની કલમો હેઠળ કેસ દાખલ કર્યો હતો.
આરોપ છે કે 26 ઓગસ્ટ 2024ના રોજ એક ઈન્ટરવ્યુમાં કંગના રનૌતે કેન્દ્ર સરકાર સામે વિરોધ કરી રહેલા ખેડૂતો વિરુદ્ધ વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો અને તેમને હત્યારા ગણાવ્યા હતા.કોર્ટે 13 નવેમ્બરના રોજ દલીલો સાંભળ્યા બાદ નોટિસ જારી કરી હતી, જેમાં અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતને 28 નવેમ્બરે રૂૂબરૂૂમાં અથવા વકીલ મારફતે પોતાનો પક્ષ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.કોર્ટે તેની નોટિસમાં એમ પણ કહ્યું છે કે જો તે નિશ્ચિત તારીખે કોર્ટમાં હાજર નહીં થાય તો કેસની વધુ સુનાવણી કરવામાં આવશે.