હિઝબુલના વડા સલાહુઉદ્દીનને ભાગેડુ જાહેર કરતી અદાલત
11:09 AM Oct 18, 2025 IST | Bhumika
પાક.માં 34 વર્ષથી છૂપાયેલા આતંકી સામે કાર્યવાહી જારી રહેશે
Advertisement
ઉત્તર કાશ્મીરની એક ખાસ અદાલતે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના વડા મોહમ્મદ યુસુફ શાહ ઉર્ફે સૈયદ સલાહુદ્દીનને ભાગેડુ જાહેર કર્યો છે. આનાથી પોલીસને સલાહુદ્દીન અને તેના સહયોગીઓની આસપાસ સકંજો કડક કરવામાં વધુ મદદ મળશે. લગભગ 34 વર્ષથી પાકિસ્તાનમાં છુપાયેલા સલાહુદ્દીનને અગાઉ બડગામ અને શ્રીનગર જિલ્લામાં નોંધાયેલા કેસોમાં ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઉત્તર કાશ્મીરના ડાંગીબાછા સોપોર પોલીસ સ્ટેશનમાં હિઝબુલ આતંકવાદી વિરુદ્ધ નોંધાયેલા કેસ સાથે સંબંધિત છે. આ કેસ 2012 માં નોંધવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે હિઝબુલ મુજાહિદ્દીન કમાન્ડર, મૂળ બડગામ જિલ્લાના સોઇબુઘનો રહેવાસી, તે ગમે ત્યાં છુપાય, તેની સામે કાનૂની કાર્યવાહી ચાલુ રહેશે.
Advertisement
Advertisement