જમીનના બદલામાં નોકરી કૌભાંડમાં લાલુ પરિવારને દોષિત જાહેર કરતી કોર્ટ
રાબડી દેવી, તેજસ્વી યાદવ સહિતનાઓને ટેન્ડર પ્રક્રિયામાં ફેરબદલ માટે જવાબદાર ગણી આરોપી નક્કી કર્યા
બિહારની ચુંટણીના પડઘમ પહેલા લાલુ પરીવારની મુશ્કેલીમા વધારો થયો છે. આઇઆરસીટીસી અને જમીનના બદલમા નોકરી કૌભાંડમા લાલુ પ્રસાદ યાદવ, તેના પત્ની રાબડી દેવી અને પુત્ર તેજસ્વી યાદવ સહીતનાં આરોપીઓને દોષિત માન્યા છે.
રાષ્ટ્રીય જનતા દળ (RJD ) ના વડા, બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી લાલુ યાદવ, ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવની મુશ્કેલીઓ વધી રહી છે.દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે IRCTC કૌભાંડ અને લેન્ડ ફોર જોબ્સ કેસમાં લાલુ, રાબડી અને તેજસ્વી સામે આરોપો ઘડવાનો ચુકાદો આપ્યો છે.
રાઉઝ એવન્યુ કોર્ટ ખાતેની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે ચુકાદો આપ્યો કે લાલુ યાદવે ટેન્ડર પ્રક્રિયામાં દખલગીરી કરી હતી અને ટેન્ડર પ્રક્રિયામાં નોંધપાત્ર ફેરફારો કર્યા હતા. સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે લાલુ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવ સામે છેતરપિંડી અને ભ્રષ્ટાચાર સહિત વિવિધ કલમો હેઠળ આરોપો ઘડ્યા છે.
આ પહેલા, લાલુ યાદવ, તેજસ્વી યાદવ અને રાબડી દેવી આજે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થવા માટે પહોંચ્યા હતા. લાલુ યાદવ વ્હીલચેરમાં આવ્યા હતા. લેન્ડ ફોર જોબ્સ કેસમાં સુનાવણી આજે થવાની છે. રાઉસ એવન્યુ કોર્ટના સીબીઆઈ જજ વિશાલ ગોગણે આ કેસની સુનાવણી કરશે. વિશાલ ગોગણેની કોર્ટ લેન્ડ ફોર જોબ્સ કેસમાં આરોપો ઘડવા અંગે પોતાનો ચુકાદો સંભળાવશે.
કોર્ટે આ કેસમાં તમામ આરોપીઓને રૂૂબરૂૂ હાજર રહેવાનો આદેશ આપ્યો છે. રાઉસ એવન્યુ કોર્ટે લેન્ડ ફોર જોબ્સ કેસમાં આરોપો ઘડવા અંગેનો પોતાનો નિર્ણય 25 ઓગસ્ટ માટે અનામત રાખ્યો છે. IRCTC કૌભાંડમાં પણ આરોપો ઘડવાનો નિર્ણય આજે લેવાનો છે.
IRCTC કૌભાંડ કેસમાં લાલુ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવ સહિત અન્ય આરોપીઓ પર રાંચી અને પુરીમા ઇગછ હોટેલ્સના ટેન્ડરમાં ભ્રષ્ટાચારનો આરોપ છે. લાલુ, તેજસ્વી અને અન્ય આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 120ઇ અને 420 અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988 હેઠળ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.