રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જામવંથલીથી ઉંડ-1 ડેમ સુધીના રસ્તામા અને નાળામાં ભ્રષ્ટાચારનું ભેલાણ

11:37 AM Sep 07, 2024 IST | admin
Advertisement

તાજેતરના વિવાદમાં બ્લેકલિસ્ટ થયેલા આ કોન્ટ્રાક્ટરનું વધુ એક પરાક્રમ, રસ્તાનું કામ તદ્દન ભંગાર થતુ હોવાથી કોન્ટ્રાક્ટર સામે તમાચણના મહિલા સરપંચ દ્વારા વધુ વખત ફરિયાદ

Advertisement

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના- આ શબ્દો લખવા-બોલવામાં સારાં લાગે પરંતુ આ નામ અંતર્ગત થતાં કામો કેવા પ્રકારના હોય છે તેનો ભેદ તમાચણ ગામના મહિલા સરપંચે ખોલી નાંખ્યો છે અને જામવંથલીથી ઉંડ-1 ડેમ સુધીના મહત્વપૂર્ણ રસ્તાના કામની તથા આ કામના કોન્ટ્રાક્ટરની પોલ ખોલી નાંખી છે, જેના ફોટોગ્રાફસ તથા વીડિયોઝ કોઈની પણ આંખ ખોલી નાંખે એવા ખતરનાક છે.

જામનગર તાલુકાના તમાચણ ગામના સરપંચ ગીતાબેન મકવાણાએ જિલ્લા વિકાસ અધિકારીને ગઈકાલે છઠ્ઠી સપ્ટેમ્બરે એક લેખિત અને વિસ્તૃત રજૂઆત કરી છે. આ રજૂઆતમાં સરપંચે લખ્યું છે કે, જામવંથલીથી ઉંડ-1 ડેમ સુધી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત એપ્રોચ રોડના સુધારાનું કામ ચાલી રહ્યું છે. કામ સાતેક મહિનાથી થઈ રહ્યું છે. આ કામ પૂર્ણ કરવાની મુદ્દત 22 ઓગસ્ટ હતી પરંતુ કામ હજુ પણ પૂર્ણ થયું નથી. આ રજૂઆતમાં આગળ લખ્યું છે કે, આ કામ જૂનાગઢની જે.બી.ક્ધસ્ટ્રક્શન કંપનીના કોન્ટ્રાક્ટર હસ્તક છે.

આ રસ્તા પર પાઈપવાળા આશરે 6 થી 7 પુલિયા (નાળાં) આવેલાં છે. આ રોડ બનાવનાર કંપનીએ આ કામમાં હલકી ગુણવત્તાનું માલ મટીરીયલ્સ વાપરેલું છે. અને નિયત સમયમાં કામ પૂર્ણ કર્યું નથી. આ રસ્તામાં આવતા આશરે સાતેક પુલિયામાં નીચે પી.સી.સી. કરવામાં આવેલું નથી. અને પાઈપો નબળી ગુણવત્તાના છે. આ વરસે વરસાદમાં તમામ પાઈપવાળા પુલીયા ધોવાઈ ગયા છે. તેથી વાહનવ્યવહાર થઈ શકતો નથી.

એસટી બસ અવરજવર કરી શકતી નથી. તેથી તમાચણ અને આજુબાજુના ગામોના મુસાફરો તથા વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલીઓ વેઠવી પડે છે. આ રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે, જ્યારથી આ રોડનું કામ ચાલુ થયું છે ત્યારથી વારંવાર લેખિત તથા મૌખિક રજુઆતો કરવામાં આવી છે. અધિકારીઓને રૂૂબરૂૂ પણ રજૂઆતો કરી છે. છતાં આ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કોઈ કાર્યવાહીઓ કરવામાં આવી નથી. રજૂઆતમાં અધિકારીઓ વિરુદ્ધ પણ આક્ષેપ થયો છે. આ કામના ધોવાઈ ગયેલાં પુલિયા ફરી રિપેર કરવાની માંગ કરી છે.

એસટી બસ ફરી ચાલુ કરાવવા પણ અરજ થઈ છે. રજૂઆતના અંતે એવી ચિમકી પણ આપવામાં આવી છે કે, જો આ બાબતે તાત્કાલિક કાર્યવાહીઓ નહીં થાય તો, તમાચણ ગામના ગ્રામજનો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે.

જિલ્લા પંચાયતના કાર્યપાલક ઈજનેર કહે છે
જામનગર જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર કે.બી.છૈયાએ આ બાબતે ગુજરાત મિરર સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, જૂનાગઢના આ કોન્ટ્રાક્ટર (સ્વસ્તિક ક્ધસ્ટ્રક્શન)ને બ્લેક લિસ્ટ કરવામાં આવેલ હોય, તેના બધાં કામો બંધ કરાવી દેવામાં આવ્યા છે અને વધુ કાર્યવાહીઓ માટે સરકારમાં માર્ગદર્શન માંગવામાં આવ્યું છે. આ ઉપરાંત કાર્યપાલક ઈજનેરે જણાવ્યું કે, ડેમવાળું આ કામ હાલ અધૂરૂૂં હોય, અન્ય કોન્ટ્રાક્ટર પાસે રિ ટેન્ડરથી કામ કરાવવું કે કેમ ? વગેરે બાબતો અંગે કારોબારી સમિતિ નિર્ણય કરી શકે. ગુજરાત મિરરના વાચકોને યાદ હશે કે, આ કોન્ટ્રાક્ટર પાર્ટી વિરુદ્ધ અગાઉ જિલ્લા પંચાયતના એક ઈજનેરની હત્યાના પ્રયાસનો ગુનો ધ્રોલ પોલીસમાં નોંધાયેલો છે, જેમાં 6 શખ્સોની ધરપકડ પણ થયેલી. આ મામલો ધ્રોલ તાલુકાના મોટા ઈટાળા ગામના કામનો હતો. જેને કારણે આ પાર્ટી સમગ્ર જિલ્લામાં છેલ્લા કેટલાંક સમયથી ચર્ચાસ્પદ બની છે. તે દરમિયાન આ તમાચણનો મામલો સામે આવતા ફરી એકવાર ચકચાર મચી છે.

Tags :
canal from Jamwanthalicorruptiongujaratgujarat newsjamvanthlijamvanthlinewsUnd-1 dam
Advertisement
Next Article
Advertisement