ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

દેશમાં ભ્રષ્ટાચાર વધ્યો, ટ્રાન્સપરન્સીમાં 96મા ક્રમે

11:19 AM Feb 12, 2025 IST | Bhumika
Advertisement

પાક.માં પણ ભારત જેવી સ્થિતિ: 133માંથી 135મા નંબરે

Advertisement

ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલે 11 ફેબ્રુઆરીએ 180 દેશોનો ભ્રષ્ટાચારનો રિપોર્ટ જાહેર કર્યો. ભારતની રેન્કિંગમાં ઘટાડો થયો છે. 2024ની યાદીમાં તે 3 સ્થાન ઘટીને 96માં નંબર પર આવી ગયો છે. 2023માં ભારત 93માં નંબરે હતું. મતલબ કે અહીં ભ્રષ્ટાચાર વધ્યો છે.
પાડોશી દેશ ચીન 76માં નંબર પર છે. 2 વર્ષથી તેના રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી. સાથે જ પાકિસ્તાનમાં પણ ભ્રષ્ટાચાર પણ વધ્યો છે. તે 133મા સ્થાનેથી 135મા સ્થાને આવી ગયો છે. શ્રીલંકા 121મા અને બાંગ્લાદેશ 149મા ક્રમે છે.

ડેનમાર્ક નંબર વન પર યથાવત છે. ત્યાં ઓછામાં ઓછો ભ્રષ્ટાચાર છે. ફિનલેન્ડ બીજા સ્થાને અને સિંગાપુર ત્રીજા સ્થાને છે. જ્યારે દક્ષિણ સુદાન (180) સૌથી ભ્રષ્ટ દેશ છે. જાહેર કરાયેલા રેન્કિંગમાં નંબર 1 પરનો દેશ સૌથી ઓછો ભ્રષ્ટાચાર ધરાવે છે અને 180માં નંબર પરનો દેશ સૌથી વધુ ભ્રષ્ટાચાર ધરાવે છે.

મંગળવારે જાહેર કરાયેલા રિપોર્ટમાં ભારતનો સ્કોર 38 રાખવામાં આવ્યો છે. આ સ્કોર 2023માં 39 અને 2022માં 40 હતો. માત્ર એક નંબરના ઘટાડાને કારણે ભારત 3 સ્થાન નીચે આવી ગયું છે. વર્ષોથી વૈશ્વિક સરેરાશ 43 રહી છે. જ્યારે બે તૃતીયાંશથી વધુ દેશોએ 50થી નીચેનો સ્કોર કર્યો છે.

ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલે કરપ્શન પરસેપ્શન ઈન્ડેક્સ 2024ની રેન્કિંગ જાહેર કરી છે. રેન્કિંગ બનાવવા માટે સીપીઆઇ જાહેર ક્ષેત્રમાં ભ્રષ્ટાચારના કથિત સ્તરના આધારે 180 દેશો અને પ્રદેશોને રેન્કિંગ આપે છે, જે દેશોને 0 અને 100 ની વચ્ચેનો સ્કોર આપે છે. રેન્કિંગમાં વધુ પોઈન્ટ મેળવનારા દેશો ઓછા ભ્રષ્ટાચારી ગણાય છે, જ્યારે શૂન્ય ગુણ મેળવનારા દેશો સૌથી વધુ ભ્રષ્ટ ગણાય છે.

Tags :
corruptionindiaindia newstransparency
Advertisement
Next Article
Advertisement