For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભ્રષ્ટાચાર: દેશની ધમનીઓમાં ઝેર ઘોળનાર પ્રાણઘાતક રોગ

01:13 PM Nov 16, 2024 IST | Bhumika
ભ્રષ્ટાચાર  દેશની ધમનીઓમાં ઝેર ઘોળનાર પ્રાણઘાતક રોગ
Advertisement

દેશમા વિકાસના નામે વટાણા વેરતી સરકારો,નાગરિકો પાસેથી ટેકસ વસૂલાત અંગે હિસાબ માગે છે, પરંતુ નાગરિકોએ સરકાર પાસેથી પોતાના નાણાંનો આવક અને ખર્ચનો તમામ હિસાબ માગવાનો કોઈ અધિકાર છે કે નહીં?

દેશની આર્થિક વ્યવસ્થાની ધમનીઓમાં ઝેર ઘોળનાર ભ્રષ્ટાચારે આજે વિકરાળ સ્વરૂૂપ ધારણ કર્યું છે. નાનામાં નાના કામથી લઈને મોટા કૌભાંડો સુધી, ભ્રષ્ટાચારે દેશના દરેક ખૂણે પોતાનો પગ પેસારો કરી દીધો છે. હર્ષદ મહેતા, કેતન પારેખ, અબ્દુલ કરીમ તેલગી, એ. રાજા, વિજય માલ્યા, મેહુલ ચોકસી અને લલિત મોદી જેવા નામો ભ્રષ્ટાચારના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાઈ ચૂક્યા છે. આ કૌભાંડોમાંથી હજારો કરોડો રૂૂપિયા ગાયબ થયા અને દેશની તિજોરીને ભારે નુકસાન પહોંચ્યું. આ ઉપરાંત, રાજ્ય સ્તરે અને સ્થાનિક સ્તરે થતાં નાના-મોટા કૌભાંડોની સંખ્યા ગણવામાં આવે તો તે અકલ્પનીય છે.

Advertisement

આ સમગ્ર મુશ્કેલીઓનુ મૂળ કારણ દેશની સિસ્ટમમાં વ્યાપક ટ્રાન્સપરન્સીનો અભાવ ભ્રષ્ટાચારીઓ માટે સોનાનો અવસર બની ગયો છે. દેશની આંતરડામાં ઘૂસીને ભ્રષ્ટાચારીઓ દેશની જનતાને લૂંટી રહ્યા છે. રાજ્યોના સરકારી તંત્રો અને ચાલાક ચીટરો મળીને કરોડો-અબજો રૂૂપિયાના કૌભાંડો આચરી રહ્યા છે. આટલી વિશાળ રકમની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. દેશના દરેક શહેર અને ગામડામાં નાના-મોટા કૌભાંડો થઈ રહ્યા છે. આ બધા કૌભાંડો મળીને દેશની અર્થવ્યવસ્થાને નબળી બનાવી રહ્યા છે અને ગરીબોને વધુ ગરીબ બનાવી રહ્યા છે. રાજ્યોમાં થતાં કૌભાંડોની સંખ્યા અને તેમાં સંડોવાયેલા લોકોની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે. આ કૌભાંડોમાં કરોડો-અબજો રૂૂપિયાનો ચોરી થાય છે. આ પૈસાનો ઉપયોગ ગરીબોના કલ્યાણ માટે થવાને બદલે વ્યક્તિગત સ્વાર્થ માટે કરવામાં આવે છે.

ભ્રષ્ટાચારના કારણે દેશની અર્થવ્યવસ્થાને મોટું નુકસાન થાય છે. વિકાસ કામો અધૂરા રહી જાય છે અને ગરીબોને મળતા લાભો પણ તેમના સુધી પહોંચતા નથી. ભ્રષ્ટાચારના કારણે દેશની છબી પણ ખરડાય છે અને વિદેશી રોકાણકારો પણ ભારતમાં રોકાણ કરવાથી ડરે છે.

આજના યુગમાં ભ્રષ્ટાચાર એ ભારતના વિકાસને અવરોધતો સૌથી મોટો ખતરો બની ગયો છે. દેશના દરેક ક્ષેત્રમાં ભ્રષ્ટાચારની છાયા જોવા મળે છે. સરકારી કચેરીઓમાં રૂૂશવત, ઠેકદારો સાથેની મિલીભગત, રાજકારણીઓના કૌભાંડો વગેરે આ બધા ભ્રષ્ટાચારના જ ઉદાહરણો છે. આવી સ્થિતિમાં દેશવાસીઓમાં નિરાશા વ્યાપી રહી છે.
ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે સરકાર અને નાગરિકો બંનેએ સંયુક્ત પ્રયાસો કરવા જરૂૂરી છે. સરકારે ભ્રષ્ટાચાર વિરોધી કાયદાઓમાં અને સમગ્ર અર્થતંત્રની સિસ્ટમમા પણ સુધારા કરવા જોઈએ અને ભ્રષ્ટાચારીઓને કડક સજા કરવી જોઈએ. સાથે સાથે, નાગરિકોએ પણ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન ન આપવું જોઈએ અને ભ્રષ્ટાચારીઓને સહકાર ન આપવો જોઈએ. સાથે સાથે, દરેક નાગરિકને પણ ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવા માટે આગળ આવવું જોઈએ. આપણે સૌએ મળીને ભ્રષ્ટાચાર મુક્ત ભારતનું નિર્માણ કરવું પડશે.

નાગરિકોને એ જાણવાનો હક છે કે, તેમના ટેક્સના પૈસા ક્યાં ખર્ચ થાય છે
દેશનું સંવિધાન દરેક નાગરિકને ટેક્સ ચૂકવવાની જવાબદારી સોંપે છે. આ જવાબદારી નિભાવવા માટે નાગરિકોને વિવિધ પ્રકારના ટેક્સ ભરવા પડે છે. આવકવેરો, સંપત્તિવેરો, વેરા અને અન્ય ચાર્જીસ જેવા વિવિધ માધ્યમોથી સરકારને આ નાણાં મળે છે. એક અંદાજ મુજબ, એક સામાન્ય વ્યવસાયી પોતાની કુલ કમાણીના 15 થી 25 ટકા જેટલો રૂૂપિયો સરકારને કર તરીકે આપે છે. આમ, કરોડો નાગરિકો અને વેપારીઓ દર વર્ષે સરકારને અબજો રૂૂપિયાના કર ચૂકવે છે.

પરંતુ આટલા મોટા પ્રમાણમાં નાણાં ક્યાં અને કેવી રીતે ખર્ચાય છે તે અંગે સરકાર તરફથી કોઈ પારદર્શિતા જોવા મળતી નથી. નાગરિકોને આ અંગે ઘણા પ્રશ્નો છે. આપણે જે ટેક્સ ચૂકવીએ છીએ તેનો ઉપયોગ આખરે કયા કામો માટે થાય છે? શું આ નાણાંનો ઉપયોગ જનતાના હિતમાં થાય છે? શું સરકાર આ નાણાંનો હિસાબ એક-એક પૈસાનો આપવા તૈયાર છે?

સરકાર તો નાગરિકો પાસેથી વિગતવાર હિસાબ માંગે છે, પરંતુ નાગરિકો એ સરકાર પાસેથી પોતાના નાણાંનો હિસાબ માંગવાનો કોઈ અધિકાર છે કે નહીં? આ એક મહત્વનો પ્રશ્ન છે, જેનો જવાબ સરકારે જ આપવો જોઈએ.

પારદર્શિતાનો અભાવ અને તેના પરિણામો
સરકારી ખર્ચમાં પારદર્શિતાનો અભાવ એ ગંભીર સમસ્યા છે. તેનાથી ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળે છે અને જનતાનું વિશ્વાસ ડગમગે છે. જ્યારે નાગરિકોને ખબર ન હોય કે તેમના નાણાંનો ઉપયોગ ક્યાં થાય છે ત્યારે તેઓ સરકાર પર વિશ્વાસ કરવાનું બંધ કરી દે છે. આનાથી રાજકીય અસ્થિરતા વધે છે અને દેશના વિકાસને અવરોધ મળે છે.

ભ્રષ્ટાચાર મુક્ત ભારત: શું છે આપણો એકમાત્ર ઉપાય?
ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે ડિજિટલ ટ્રાન્સપરન્સી (પારદર્શિતા) અને ડિજિટલ કરન્સી એ એક અસરકારક ઉપાય સાબિત થઈ શકે છે. આપણા દેશમાં ઓનલાઇન બેન્કિંગ સિસ્ટમ ખૂબ જ સફળ રહી છે. આ સિસ્ટમની જેમ જ આપણે સરકારી અર્થતંત્રમાં પણ ડિજિટલ ટ્રાન્સપરેન્સી લાવી શકીએ છીએ. ડિજિટલ ટ્રાન્સપરન્સીથી સરકારી કામકાજમાં પારદર્શિતા આવશે અને ભ્રષ્ટાચારને રોકવામાં મદદ મળશે. સાથે સાથે, ડિજિટલ કરન્સીથી રોકડ વ્યવહારો ઘટાડી શકાશે અને ભ્રષ્ટાચારને નાથવામાં મોટી સફળતા મળશે. ડિજિટલ ટ્રાન્સપરન્સી અને ડિજિટલ કરન્સી લાગુ કરવા માટે સરકારે જરૂૂરી પગલાં ભરવા જોઈએ અને નાગરિકોએ પણ સરકારને આ માટે સહકાર આપવો જોઈએ. આપણે સૌએ મળીને ભ્રષ્ટાચાર મુક્ત ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે પ્રયત્નો કરવા જોઈએ. આગળ..

Advertisement
Tags :
Advertisement
Advertisement