કોરોના ઇફેક્ટ: વિશ્ર્વના 244માંથી 188 દેશોમાં વૃદ્ધોની સંખ્યા વધી
મેડિકલ ક્ષેત્રની પ્રતિષ્ઠીત જનરલ લેન્સેટમાં થયેલા ખુલ્લાસ મુજબ કોરોના મહામારીના લીધે બે વર્ષમાં વિશ્ર્વની સરેરાશ વસ્તીનુ આયુષય 1.6 વર્ષ ઘટી ગયુ છે. આ ઉપરાંત વાયરસથી ફેલાતા રોગોથી વિશ્ર્વ સામે પુખ્ત મૃત્યુદરમાં વધારા અને બાળમૃત્યુદરમાં ઘટાડાના લીધે એક નવો ખતરો ઉપસ્થીત થશે. આ જનરલ પ્રમાણે ઓછી ઉમરે મૃત્યુ પામતા બાળકોમાં 25% દક્ષિણ એશિયામાં અને 50% બાળકો સબ-સહારા આફિકા ખંડમાં રહે છે. વિશ્ર્વના 84% દેશોમાં આયુષ્યમાં ઘટાડો નોંધાયો છે. આ એ પણ દર્શાવે છે કે, લગભગ સમગ્ર વિશ્ર્વ જ કોવિડની ઝપેટમાં આવી ગયુ હતુ.
કોવિડ-19 રોગચાળાથી સૌથી વધારે અસર થયેલા ડેટા મુજબ 15વર્ષથી વધુ લોકોમાં વૈશ્ર્વિક મૃત્યુદરમાં વધારો થયો છે. આ આંકડા મુજબ 2019થી 2021 સુધીમાં પુરૂષોમાં 22% અને સ્ત્રીઓમાં 17% સુધી મૃત્યુદરમાં વધારો નોંધાયો છે. વર્ષ 2020 અને 2021માં સંયુક્ત રીતે તમામ કારણોથી વિશ્ર્વમાં આશરે 131 મિલિયન લોકો મૃત્યુ પામ્યા હતા. જેમાં 16 મિલિયન લોકો રોગચાળાના કારણે મૃત્યુ પામ્યા હતા.1950થી 2021 વચ્ચે સરેરાશ આયુષ્યમાં લગભગ 23 વર્ષનો વધારો થયો છે. પરંતુ 2021 અને 2022માં સરેરાશ આયુષ્યમાં પહેલી વખત 1.6 વર્ષનો ઘટાડો થયો છે. હવે વિશ્ર્વમાં 204 દેશોમાંથી 188 દેશોમાં 15વર્ષથી ઓછી ઉંમરના લોકોની સંખ્યા કરતા 65વર્ષથી વધુ વયના લોકોની સંખ્યા વધી રહી છે. વિશ્ર્વના અમુક પ્રદેશો જેવા કે મેક્સિકો સીટી, પેરુ અને બોલિવિયામાં આ બાબતે સૌથી વધારે પુખ્ત મૃત્યુદર નોંધાયો છે. આ ઉપરાંત જોર્ડન અને નિકારાગુઆ જેવા પ્રદેશોમાં પણ આજ પ્રકારનુ વલણ જોવા મળ્યુ છે. બાબરડોસ, ન્યુઝીલેન્ડ, એન્ટીગુઆ અને બાર્બુડામાં રોગચાળાની સૌથી ઓછી અસર જોવા મળતા ત્યાં મૃત્યુદરમાં વધારાનો ખાસ ફેર પાડ્યો નથી. સંશોધકો પ્રમાણે 2021માં વૈશ્ર્વિક વસ્તી 7.9 અબજને ર્સ્પશી ગઇ હતી.
જેમાં 204 દેશોનો સમાવેશ થતો હતો. પરંતુ હવે વૈશ્ર્વિક મહામારી પછી વસ્તી ઘટી હોવાના સંકેતો આવી રહ્યા છે. સૌથી વધુ વસ્તીદર સબ-સહારા આફ્રિકામાં નોંધાયો છે. જે 39.5% છે. અને બીજો વસ્તી દર દક્ષિણ એશિયામાં છે. જે 26.3% નોંધાયો છે.