રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

નોન સ્ટિકમાં રસોઇ બનાવવું જોખમી, ICMRનો રિપોર્ટ

11:18 AM Oct 16, 2024 IST | admin
Advertisement

રસોઇ દરમ્યાન ઝેરી ધુમાડો છોડે છે જે શ્ર્વાસ, થાઇરોઇડ ડિસઓર્ડર, કેન્સર જેવા રોગોને નોતરે છે

Advertisement

એક જમાનો હતો જ્યારે ઘરમાં વાસણ તરીકે માત્ર માટીના વાસણો જ વાપરવામાં આવતા હતા. સમય સાથે બધું બદલાતું રહે છે. લોકો આધુનિક યુગમાં દરેક વસ્તુમાં આગળ નિકળી ગયા છે. તમને ખ્યાલ જ હશે કે બદલાતી જીવનશૈલી અને હાઇ-ટેક યુગમાં રસોઈની રીતમાં પણ ઘણો બદલાવ આવ્યો છે. ઘરોના રસોડા હવે હાઈટેક બની ગયા છે, જ્યાં લોકો પરંપરાગત સ્ટીલ કે એલ્યુમિનિયમના વાસણોને બદલે નોન-સ્ટીક વાસણોનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે.

નોન-સ્ટીક વાસણો ખોરાકને સળગતા અથવા ચોંટતા અટકાવે છે પરંતુ તે તમારા સ્વાસ્થ્ય માટે ખતરો બની શકે છે. હાલમાં જ ભારતીય તબીબી સંશોધન પરિષદ એટલે કે ઈંઈખછ એ એક વિગતવાર માર્ગદર્શિકા શેર કરી છે જેના દ્વારા તેણે નોન-સ્ટીક પેનમાં ખોરાક રાંધવા સામે ચેતવણી આપી છે.તેમાં કોઈ શંકા નથી કે નોન-સ્ટીક કુકવેરમાં રસોઈ બનાવવી સરળ છે અને તેમાં તેલ ઓછું વપરાય છે. તેની સપાટીને કારણે રસોઈ પણ અનુકૂળ બને છે, પરંતુ તાજેતરના સંશોધનમાં બહાર આવ્યું છે કે રસોઈ માટે નોન-સ્ટીક વાસણોનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.

સ્વાસ્થ્ય નિષ્ણાતોએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને સંભવિત જોખમો વિશે પણ જણાવ્યું છે. નોન-સ્ટીક કુકવેરમાં રસોઈ બનાવતી વખતે સૌથી મોટી ચિંતા પરફ્લુરોઓક્ટેનોઈક એસિડ (ઙઋઘ) અને પરફ્લુરોઓક્ટેનેસલ્ફોનિક એસિડ (ઙઋઘજ) છે, જે ટેફલોન જેવા નોન-સ્ટીક કોટિંગ્સના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા રસાયણો છે. સંશોધન મુજબ જ્યારે નોન-સ્ટીક કૂકવેરને ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે, ત્યારે આ રસાયણો હવામાં ઝેરી ધુમાડો છોડે છે જે સંપર્કમાં આવવા પર આરોગ્યને સીધી અસર કરે છે અને આરોગ્યના જોખમમાં વધારો કરે છે. જ્યારે આ ધુમાડો શ્વાસ લેતી વખતે શરીરની અંદર જાય છે ત્યારે તે શ્વસન સંબંધી સમસ્યાઓ, થાઇરોઇડ ડિસઓર્ડર અને ઘણા પ્રકારના કેન્સરનું કારણ બની શકે છે.

ઈંઈખછ અનુસાર પ્રી-કુકિંગ મેથડનો ઉપયોગ કરવો એ ખોરાક તૈયાર કરવાની શ્રેષ્ઠ રીત હોઈ શકે છે. તેને ખાવાથી તમામ પોષક તત્વો જળવાઈ રહે છે.પ્રેશર કૂકરમાં ખોરાક રાંધવાથી ખોરાકમાં જરૂૂરી પોષક તત્વો જળવાઈ રહે છે અને તેને રાંધવામાં પણ ઓછો સમય લાગે છે.માઇક્રોવેવ ઓવનમાં ખોરાક રાંધવામાં ઓછો સમય લાગે છે. આ ઉપરાંત પોષક તત્વો પણ ખોરાકમાં રહે છે.

જો કઠોળને તૈયાર કરતા પહેલા તેને થોડો સમય પલાળી રાખવામાં આવે તો તેમાં હાજર ફાયટિક એસિડ ઘટે છે અને અનાજમાં હાજર આવશ્યક ખનિજોને શોષાતા અટકાવે છે.શાકભાજીને રાંધતા પહેલા થોડો સમય ગરમ પાણીમાં પલાળીને રાખવાથી તેમાં સૂક્ષ્મજીવાણુઓની હાજરી ઘટી જાય છે. આ સાથે શાકભાજી પર લગાવવામાં આવતા કેમિકલ અને પ્રિઝર્વિંગ કલર પણ દૂર કરવામાં આવે છે.

માટીના વાસણો રસોઈ માટે સૌથી સુરક્ષિત
ICMRએ માટીના વાસણોને રસોઈ માટે સૌથી સુરક્ષિત ગણ્યા છે.ICMRએ રસોઈની સાચી પદ્ધતિ પણ જણાવી છે. ICMR માર્ગદર્શિકા અનુસાર માટીના વાસણોમાં તેલની ઓછી જરૂૂર પડે છે અને કોઈપણ રસાયણોનો ઉપયોગ કર્યા વિના ખોરાકના કુદરતી સ્વાદ અને પોષક તત્વોને જાળવી રાખવામાં મદદ કરે છે. માટીના વાસણોમાં ખોરાક રાંધવાથી તેનો સ્વાદ તો વધે જ છે સાથે સાથે તેમાં ખનિજ તત્વ પણ મળે છે. જો કે માટીના વાસણોનો ઉપયોગ કરતા પહેલા તેની સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવું જરૂૂરી છે.

Tags :
Aaron Judgeicmrindiaindia newsnon-stick is dangerousnonstick
Advertisement
Next Article
Advertisement