For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તાજમહેલમાં કબર પર બે યુવકોએ ગંગાજળ ચડાવતા વિવાદ

03:34 PM Aug 03, 2024 IST | admin
તાજમહેલમાં કબર પર બે યુવકોએ ગંગાજળ ચડાવતા વિવાદ

એકે જલાભિષેક કર્યો, બીજાએ વીડિયો બનાવ્યો: હિંદુ મહાસભાએ જવાબદારી લીધી

Advertisement

શ્રાવણ માસમાં શનિવારના દિવસે 2 યુવકોએ તાજમહેલની કબર પર ગંગાજળ ચડાવ્યું હતું. પાણીની બોટલમાં તેઓ ગંગાજળ ભરીને ગયા હતા. જ્યાં મુખ્ય મકબરામાં આવેલ કબર તરફ જવાના દરવાજા પર યુવકોએ ગંગાજળ ચડાવ્યું હતું. આ દરવાજાથી ભોંયરામાં સ્થિત કબરો સુધી જવાના દાદરાઓ આવેલા છે.
હિન્દુ સંગઠનો તાજમહેલને શિવ મંદિર તેજોમહાલય માને છે. આ અંગે અનેક અરજીઓ કોર્ટમાં પેન્ડિંગ છે. શ્રાવણ માં તાજમહેલની આરતી અને જલાભિષેક કરવાની માંગણી સમયાંતરે ઉઠાવવામાં આવી છે અને તેને હિંદુ મંદિર કહે છે. કેટલાક વર્ષો પહેલા સુધી, સાવનના સોમવારે, શિવસૈનિકો યમુના કિનારેથી તાજમહેલની આરતી કરતા હતા.

સોમવારે અખિલ ભારત હિન્દુ મહાસભાની મીરા રાઠોડ કુંવર સાથે તાજમહેલ પહોંચી હતી. પોલીસે તેમને આરકે ફોટો સ્ટુડિયો બેરિયરથી આગળ જવા દીધા ન હતા. શનિવારે સવારે બે યુવકો તાજમહેલ પહોંચ્યા હતા. એકના હાથમાં પાણીની બોટલ હતી અને બીજો વીડિયો બનાવી રહ્યો હતો. મુખ્ય સમાધિમાં કબરો ધરાવતી ચેમ્બરમાં પ્રવેશતા પહેલા, યુવાન દરવાજા પર અટકી ગયો. અહીં તેમણે બોટલમાં ભરેલા ગંગાજળથી અભિષેક કર્યો હતો. સીઆઈએસએફ જવાનોએ યુવકને આવું કરતા જોઈને અને અન્ય કોઈને વીડિયો બનાવતા જોઈને પકડી લીધો હતો. પૂછપરછ બાદ બંનેને પોલીસને હવાલે કર્યા હતા.

Advertisement

અખિલ ભારતીય હિંદુ મહાસભાએ આની જવાબદારી લીધી છે.
મહાસભાના વિનેશ ચૌધરી અને શ્યામ તાજમહેલમાં ગંગા જળ ચઢાવતા ઝડપાયા છે. શુક્રવારે રાત્રે બંને કનવડ સાથે મથુરા પહોંચ્યા હતા. શનિવારે તાજમહેલ પહોંચ્યા બાદ તેમણે ગંગા જળ ચઢાવ્યું હતું. હિંદુ મહાસભાના મંડળના અધ્યક્ષ મનીષ પંડિત અને રાષ્ટ્રીય પ્રવક્તા સંજય જાટે જણાવ્યુ હતુ કે તેજોમહાલયમાં ગંગાજળ ચડાવવું હિંદૂ મહાસભાનો જન્મસિદ્ધ અધિકાર છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement