For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખરાબ રસ્તાઓ બનાવનારા કોન્ટ્રાકટર્સ, એન્જિનિયર્સને જેલમાં ધકેલાશે: ગડકરી

05:52 PM Jan 17, 2025 IST | Bhumika
ખરાબ રસ્તાઓ બનાવનારા કોન્ટ્રાકટર્સ  એન્જિનિયર્સને જેલમાં ધકેલાશે  ગડકરી

Advertisement

કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી જે ઝડપે દેશમાં હાઇવે અને એક્સપ્રેસવેના નિર્માણ પર જોર આપી રહ્યા છે તેમનું એટલું જ ફોકસ રસ્તાઓની સુરક્ષાને લઈને પણ છે. તાજેતરમાં જ તેમને રોડ એક્સિડેન્ટ પીડિતો માટે કેશલેશ ટ્રીટમેન્ટની જાહેરાત કરી છે ત્યારે બીજી બાજુ રોડ અકસ્માતમાં ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા માટે 25 હજાર રૂૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. હવે તેમણે સડક સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે કહ્યું કે ખરાબ રસ્તા બનાવનાર માટે બિનજામીનપાત્ર ગુનો બનાવવામાં આવવો જોઈએ. તેમણે કહ્યું છે કે કોન્ટ્રાકટરો અને એન્જિનિયરોને દુર્ઘટનાઓ માટે જવાબદાર ઠારવવા જોઈએ અને તેમને જેલ મોકલવા જોઈએ. તેમણે કહ્યું કે રોડ અકસ્માતમાં ભારત દુનિયામાં પહેલા નંબર પર છે.

ઉદ્યોગ નિકાય ભારતીય ઉદ્યોગ પરિસંઘ (સીઆઇઆઇ) દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતા ગડકરીએ કહ્યું કે ભારત દુનિયામાં માર્ગ દુર્ઘટનામાં પહેલા સ્થાને છે. તેમણે કહ્યું, દોષપૂર્ણ રસ્તાના નિર્માણને બિનજામીનપાત્ર પાત્ર ગુનો બનાવવો જોઈએ અને રોડ કોન્ટ્રાક્ટરો, ક્ધસેશનિયર્સ અને એન્જિનિયરોને અકસ્માતો માટે જવાબદાર ઠેરવીને જેલમાં મોકલવા જોઈએ.

Advertisement

માર્ગ પરિવહન એવં રાજમાર્ગ મંત્રાલયનું લક્ષ્ય 2030 સુધી માર્ગ દુર્ઘટનાઓમાં જ થતાં મૃત્યુ દરને ઘટાડીને અડધો કરવાનું છે. મંત્રાલયના આંકડા અનુસાર, 2023 માં દેશમાં પાંચ લાખ માર્ગ અકસ્માત થયા, જેમાં 1,72,000 લોકોના મોત થયા છે. ગડકરીએ કહ્યું, પઆમાંથી 66.4% એટલે 1,14,000 લોકો 18-25 વર્ષના હતા, જ્યારે 10000 બાળકો હતા.તેમણે જણાવ્યું કે 55,000 લોકોનું મોત હેલમેટ ન પહેરવાના કારણ અને 30,000 લોકોના મોત સીટ બેલ્ટ ન જોવાના કારણે થયા. ગડકરીએ એ પણ કહ્યું કે રાજમાર્ગ મંત્રાલય, રાજમાર્ગો પર બ્લેક સ્પોટને યોગ્ય કરવા માટે 40,000 કરોડ રૂૂપિયાનો ખર્ચ કરી રહ્યું છે.

ગડકરીએ દેશમાં ડ્રાઇવરોની તીવ્ર અછતને પહોંચી વળવા માટે તાલીમ અને ફિટનેસ સેન્ટરો સ્થાપવા માટે ઉદ્યોગ અને અન્ય સંબંધિત સંસ્થાઓને સરકાર સાથે ભાગીદારી કરવા વિનંતી કરી.

---

Advertisement
Tags :
Advertisement
Advertisement