સોના-ચાંદીમાં સતત ઉથલપાથલ, ભાવોમાં કડાકો
રાત્રે સોનાના ભાવમાં 3000 અને ચાંદીમાં રૂા.6000 ઘટ્યા
સપ્તાહના છેલ્લા દિવસે સોના-ચાંદીમાં મોટો ઘટાડો નોંધાયો હતો. શુક્રવારે મોડી સાંજે સોનામાં 70 ડોલરનો ઘટાડો નોંધાતા સોનુ 2800 રૂપિયા તુટ્યુ હતુ. જયારે ચાંદીમાં પણ 5800નો ઘટાડો નોંધાયો હતો.
છેલ્લા સાત દિવસથી સોના-ચાંદીમાં ફરી તેજી જોવા મળી હતી અને સોનુ રાજકોટની હાજર માર્કેટમાં 1.30 લાખને પર થઇ ગયુ હતું. પરંતુ ગઇકાલે આવનારા સપ્તાહના નબળા સંકેત વચ્ચે મોડી સાંજે સોના-ચાંદીમાં ભારે ઘટાડો જોવા મળતા રોકાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. એમસીએકસમાં સોનુ 123600 આસપાસ બંધ માર્કેટમાં જોવા મળ્યુ હતું. જયારે હાજર ભાવ 1,30,450થી ઘટીને 1,27,050 પર જોવા મળી રહ્યો છે. જયારે ચાંદીમાં આશરે 6000નો ઘટાડો થયો હતો. ઉપલા લેવલથી ચાંદીમાં ગઇકાલે એક દિવસમાં 7000 ઘટી ગયો હતો. જો કે, માર્કેટ પુરી થઇ ત્યારે ચાંદીમાં 5,670 રૂપિયાનો ઘટાડો એસસીએકસ પર જોવા મળ્યો હતો. આવનારા સપ્તાહમાં માર્કેટમાં થોડૂ કરકેશન આવે તેછી શકયતા છે. ત્યારે સોનુ 4075 ડોલરથી ઘટીને 4025 ડોલર સુધી આવી શકે છે જો કે, ટેરિફ વાર્તા વચ્ચે સોનુ ફરી 4150 ડોલર સુધી પહોંચી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દિવાળી બાદ સોના ચાંદીના ભાવોમાં કરેક્શન આવ્યા બાદ બે દિવસ પહેલા જ બન્ને કિમતી ધાતુઓના ભાવોમાં અચાનક જ આગ ઝરતી તેજી આવી હતી અને ચાંદીમાં કિલોએ 8000 તેમજ સોનાના ભાવમાં 10 ગ્રામે રૂા. 5000 જેવો વધારો આવ્યો હતો. જો કે, બે દિવસ બાદ ફરી એક વખત બન્ને ધાતુના ભાવોમાં અઠવાડિયાના છેલ્લા દિવસે ઘટાડો નોંધાયો છે.