મહારાષ્ટ્રમાં સીએમ પદ માટે કોંગ્રેસની દાવેદારીથી મહાગઠબંધનમાં હલચલ
RSSના એક વરિષ્ઠ નેતાએ ભાજપમાં જોડાવા સંપર્ક કર્યાનો પણ પૃથ્વીરાજ ચવ્હાણનો દાવો
કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું છે કે મધ્ય ચૂંટણીમાં સીએમ પદ તેમની પાર્ટીનો અધિકાર છે. જેના કારણે નવો વિવાદ ઉભો થઈ શકે છે. પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું કે અમને વિશ્વાસ છે કે મહાવિકાસ અઘાડી ચૂંટણી જીતશે અને આગામી સીએમ હવે કોંગ્રેસના જ હશે. તેનાથી મહાગઠબંધનમાં તિરાડ પણ સર્જાઈ શકે છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા, ઉદ્ધવ ઠાકરેએ માંગ કરી હતી કે મહાવિકાસ અઘાડીએ પહેલાથી જ સીએમ ચહેરા પર નિર્ણય લેવો જોઈએ. ત્યારે કોંગ્રેસ અને શરદ પવારે કહ્યું કે અત્યારે ચૂંટણી એક થઈને લડવી જોઈએ અને આ અંગે નિર્ણય પછી લેવામાં આવશે.
આ રીતે, ઉદ્ધવ ઠાકરેનો દાવો સાઈડલાઈન થઈ ગયો, પરંતુ કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણે મધ્ય-ચૂંટણીમાં સીએમ પદને તેમની પાર્ટીનો અધિકાર ગણાવ્યો. જેના કારણે નવો વિવાદ ઉભો થઈ શકે છે. પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું કે અમને વિશ્વાસ છે કે મહાવિકાસ અઘાડી ચૂંટણી જીતશે અને આગામી સીએમ હવે કોંગ્રેસના જ હશે.
પૂર્વ સીએમએ જણાવ્યું હતું કે છજજના એક વરિષ્ઠ નેતાએ તેમનો સંપર્ક કર્યો હતો અને તેમને ભાજપમાં જોડાવાનું કહ્યું હતું. તેમણે કહ્યું કે હું કોંગ્રેસમાં જ રહીશ અને આ વખતે ચૂંટણી પછી અમે મુખ્યમંત્રી બનીશું. હવે ઉદ્ધવ ઠાકરે જૂથ પણ પૃથ્વીરાજ ચવ્હાણના કોંગ્રેસના સીએમ પદનો દાવો કરતા નિવેદન પર પ્રતિક્રિયા આપી શકે છે. ખાસ કરીને ચૂંટણી વચ્ચે પૃથ્વીરાજ ચવ્હાણ આવો દાવો કરતા મહાગઠબંધનમાં નવી ચર્ચા શરૂૂ થઈ શકે છે.