ઇલેકટોરલ બોન્ડ મામલે SBI સામે અદાલતના તિરસ્કારની અરજી
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા વિરુદ્ધ અદાલતની અવમાનનાની અરજી દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ વતી બેંકને ચૂંટણી બોન્ડની ખરીદી અને વેચાણ સંબંધિત માહિતી 6 માર્ચ સુધીમાં ચૂંટણી પંચને સુપરત કરવા માટે કહેવામાં આવ્યું હતું. જો કે હજુ સુધી SBI દ્વારા ચૂંટણી પંચને આ વિગત આપવામાં આવી નથી. જે બાદ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રાઈટ્સ (અઉછ) એ જઇઈં વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અવમાનનાની અરજી દાખલ કરી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અઉછ વતી વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે તેમની અરજીમાં કહ્યું છે કે જઇઈં આવું ન કરે તે સુપ્રીમ કોર્ટના આદેશની વિરુદ્ધ છે. અહેવાલો અનુસાર, આ કેસની સુનાવણી 11 માર્ચે થઈ શકે છે. બીજી તરફ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડ સંબંધિત માહિતી શેર કરવા માટે 30 જૂન સુધીનો સમય માંગ્યો છે. એસબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું હતું.
કે તમામ બોન્ડ ખરીદીને લગતી માહિતી એકત્રિત કરવામાં અને તેને મેચ કરવામાં લાંબો સમય લાગશે. જઇઈંને ઈલેક્ટોરલ બોન્ડની માહિતી પૂરી પાડવાના આદેશની તારીખ લંબાવવાની માંગ કરતી અરજી પર પણ સુપ્રીમ કોર્ટમાં 11 માર્ચે સુનાવણી થઈ શકે છે.
અગાઉ, 15 ફેબ્રુઆરીએ, મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેન્ચે ચૂંટણી બોન્ડને ગેરબંધારણીય જાહેર કર્યા હતા. આ ઉપરાંત નવા ઈલેક્ટોરલ બોન્ડ ઈશ્યુ કરવા પર પણ તાત્કાલિક અસરથી પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જઇઈંને 6 માર્ચ સુધીમાં ચૂંટણી પંચને બોન્ડની ખરીદી અને વેચાણ સંબંધિત માહિતી સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું હતું. જેમાં 12 એપ્રિલ, 2019 પછી જારી કરાયેલા ઈલેક્ટોરલ બોન્ડની માહિતી એકત્ર કરવાનો આદેશ હતો. કોર્ટે ચૂંટણી પંચને આ માહિતી 13 માર્ચ સુધીમાં પોતાની વેબસાઈટ પર પ્રકાશિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. આમાં તમામ બોન્ડ ખરીદવાની તારીખ, ખરીદદારોના નામ અને રકમ વિશે પણ માહિતી આપવાની છે.