અમિત શાહની હત્યાનું કાવતરું: બે ઝડપાયા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હત્યા કરવા કાવતરું ઘડવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થતાં ચકચાર મચી છે. પંજાબ પોલીસે દાવો કર્યો કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ અને અકાલી નેતા અને પૂર્વ મંત્રી બિક્રમ સિંહ મજીઠિયાની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યાં અનુસાર, ખાલિસ્તાન સમર્થક નેતા અને ખદૂર સાહિબના સાંસદ અમૃતપાલ સિંહ પર લાદવામાં આવેલા રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (ગજઅ)ને લંબાવવામાં આવ્યાં બાદ તેમના સમર્થકો દ્વારા આ કાવતરું ઘડવામાં આવી રહ્યું હતું.
અકાલી દળ મોગા જૂથ નામે બનાવેલા વોટ્સએપ ગ્રુપ્સની ચેટ્સ લીક થઈ હતી, જેનાથી આ કાવતરું બહાર આવ્યું હતું.
ચેટ્સ લીક થયા પછી, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 4 શખ્સો સહિત 30 જેટલા અજાણ્યા લોકો સામે ઋઈંછ નોંધી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ બલ્કરસિંહ (ન્યુ મોડેલ ટાઉન) અને મોગાનો રહેવાસી સગીર તરીકે થઈ છે. પોલીસના જણાવ્યાં અનુસાર, આ બધા આરોપીઓ ઉપરોક્ત વોટ્સએપ ગ્રુપ્સ સાથે સંકળાયેલા હતા.