For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ટ્રેનો ઉથલાવવાના કાવતરા ખતરાની આલબેલ સમાન

12:27 PM Sep 12, 2024 IST | admin
ટ્રેનો ઉથલાવવાના કાવતરા ખતરાની આલબેલ સમાન

છેલ્લા કેટલાક દિવસોથી ભારતમાં રેલવેના ટ્રેક પર સિમેન્ટના બ્લોક કે મોટા પથ્થરો મૂકવાની ઘટનાઓ સતત નોંધાઈ રહી છે. આ ઘટનાઓના કારણે કોઈ મોટો અકસ્માત થયો નથી પણ ટ્રેનો ટકરાવાની ને રોકી દેવાની ઘટનાઓ ચોક્કસ બની રહી છે. છેલ્લી આવી ઘટનામાં રાજસ્થાનના અજમેરના લામાના પાસે રેલવે ટ્રેક પર બે જગ્યાએ મૂકેલા સિમેન્ટના બ્લોક ફૂલેરાથી અમદાવાદ જઈ રહેલી માલગાડી સાથે ટકરાતાં માલગાડી રોકી દેવી પડી. આ ઘટના રવિવારે રાત્રે લગભગ 10.30 વાગ્યે બની હતી.

Advertisement

આ બંને બ્લોક અલગ-અલગ ટ્રેક પર રાખવામાં આવ્યા હતા. એક બ્લોકનું વજન 70 કિલો હોવાનું કહેવાય છે એ જોતાં કંઈ પણ થઈ શકે તેમ હતું. સદનસીબે કંઈ થયું નહીં પણ આ ઘટના ગંભીર છે. પોલીસે તપાસ માટે એસઆઈટીની રચના કરી છે અને આ ઘટનાને ટ્રેનને પાટા પરથી ઉતારી દેવાનું ષડયંત્ર માનીને તપાસ શરૂૂ કરી છે કેમ કે રાજસ્થાનમાં છેલ્લા 17 દિવસમાં આ પ્રકારની ત્રીજી ઘટના બની છે. રાજસ્થાનમાં આ પહેલા 28 ઓગસ્ટે બારાંના છબરામાં પાટા પર બાઇકનો સ્ક્રેપ મૂકવામાં આવ્યો હતો અને એન્જિન બાઇકના સ્ક્રેપ સાથે અથડાયું હતું. 23 ઓગસ્ટે પાલીમાં અમદાવાદ-જોધપુર વંદે ભારત ટ્રેક પર મૂકવામાં આવેલા સિમેન્ટ બ્લોક સાથે ટકરાઈ હતી.દેશનાં બીજાં રાજ્યોમાં પણ આ પ્રકારની ઘટનાઓ બની છે અને દેશમાં ત્રણ મહિનામાં આ પ્રકારની નવમી ઘટના છે. છેલ્લા 24 દિવસમાં ઉત્તર પ્રદેશમાં ત્રણ વખત ટ્રેક બ્લોક કરી દેવાયા હોય એવું બન્યું છે.

16 ઓગસ્ટે સાબરમતી એક્સપ્રેસ કાનપુરના ગોવિંદરપુરીમાં ટ્રેક પર મૂકવામાં આવેલા પથ્થર સાથે અથડાઈ હતી. 24 ઓગસ્ટે ફર્રુખાબાદથી કાસગંજ જતી પેસેન્જર ટ્રેનના પાટા પર લાકડાનો મોટો ટુકડો મૂકવામાં આવ્યો હતો. સ્પીડ ઓછી હોવાને કારણે અકસ્માત થયો ન હતો. યોગાનુયોગ આ ઘટનાઓ એવા સમયે બની રહી છે કે જ્યારે આઈએસના આતંકવાદી ફહતુલ્લા ઘોરીએ ઓડિયો ક્લિપ બહાર પાડીને ભારતમાં ટ્રેનોને ટાર્ગેટ કરવા કટ્ટરવાદીઓને કહેલું, ઘોરીએ ભારતમાં સ્લીપર સેલ તરીકે કામ કરતા આતંકીઓને ટ્રેનોને ઉથલાવીને આતંકવાદ ફેલાવવાની સલાહ આપી હતી. ભારતમાં આતંકવાદી નેટવર્ક તો સક્રિય છે જ એ જોતાં ઘોરીની સલાહ માનીને આતંકવાદીઓના પીઠ્ઠુ ભારતમાં ટ્રેનોને ઉથલાવવા માટે ઉધામા કરી રહ્યા હોય એ શક્ય છે.

Advertisement

યુપી એટીએસને આતંકી સંગઠન આઈએસના ખોરાસન મોડ્યૂલનો હાથ હોવાની શંકા એટલે છે કે આ મોડ્યૂલ યુવકોને કટ્ટરપંથી બનાવીને હુમલાને અંજામ આપે છે. 2017માં મધ્ય પ્રદેશમાં આવા હુમલા થઈ ચૂક્યા છે. આ મોડ્યુલનો એક આતંકી સૈફુલ્લાહ લખનઊમાં એન્કાઉન્ટરમાં માર્યો પણ ગયો હતો. તેની પાસેથી પણ સિલિન્ડર અને આઈઈડી મળ્યું હતું તેથી તેની સાથે છેડા અડતા હોવાની શક્યતા નકારી ના શકાય.ઘોરીની ધમકીને એટલે ગંભીરતાથી લેવી જોઈએ કે, ઘોરી ખતરનાક આતંકવાદી છે. ફરહતુલ્લા ઘોરીને અબુ સુફયાન, સરદાર સાહેબ અને ફારુ તરીકે પણ ઓળખવામાં આવે છે. મોટા આતંકવાદી હુમલાઓમાં સંડોવાયેલા ઘોરીનો ગુજરાતમાં 2002માં થયેલા અક્ષરધામ મંદિર હુમલામાં પણ હાથ હતો.

હૈદરાબાદમાં ટાસ્ક ફોર્સની ઓફિસ પર 2005માં થયેલા આત્મઘાતી હુમલા પાછળ પણ તેનો હાથ હતો. 1 માર્ચે બેંગલુરુના રામેશ્ર્વરમ કેફેમાં થયેલા બોમ્બ બ્લાસ્ટની જવાબદારી પણ ફરહતુલ્લા ઘોરીએ સ્વીકારી હતી. દિલ્હી પોલીસે ગયા વર્ષે દિલ્હી અને ઉત્તર પ્રદેશમાંથી ત્રણ મોસ્ટ-વોન્ટેડ આતંકવાદીની ધરપકડ કરી ત્યારે તેમણે કબૂલ્યું હતું કે, ઘોરી ઓનલાઈન જેહાદી ભરતીનું કરે છે અને ઘોરી ભારતમાં ઘણા આતંકીઓનો હેન્ડલર છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement