મેડિકલ પ્રવેશ માટેની નીટ-યુજીની પરીક્ષા ઓનલાઇન લેવા ચાલતી વિચારણા
દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ-યુજી આ વખતે ક્લેમ્પ્યુટર બેઝડ ટેસ્ટ મોડમાં લેવાઈ શકે છે. એટલે કે જવાબો કોમ્પ્યુટર પર આપવાના રહેશે. વર્ષ 2024માં નીટ-યુજી એકામમાં ગરબડીની ફરિયાદને પગલે આ વ્યવસ્થા થઈ શકે છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે આ બારામાં સ્વાસ્થ્ય મંત્રાલય અને નેશનલ ટેસ્ટીંગ એજન્સી સાથે સીબીટી મોડને લઈને વાતચીત થઈ રહી છે કે, આ પરીક્ષ્યની પુરી પેટર્ન બદલી જાય.
2024માં નીટ-યુજી એકભ્રમમાં ગરબડની ફરિયાદો બાદ એક હાઈ પાવર કમીટી બનાવી હતી. કમીટીની ભલામણોના આધારે મંત્રાલયે કોમ્પીટીટીવ એકઝામમાં ફેરફારનું માળખુ તૈયાર કરવાની તૈયારી શરૂૂ કરી દીધી છે. નીટ-યુજીમાં સૌથી વધુ ઉમેદવારો આવેદન કરે છે. જેના આધારે એમબીબીએસ આયુર્વેદીક, હોમિયોપેથીક અને અન્ય કોર્સીસમાં પ્રવેશ અપાય છે. 2024માં 24 લાખથી વધુ ઉમેદવારોએ આવેદન કર્યા હતા અને અત્યાર સુધી આ પરીક્ષા પેપર પેન એન્ડ પેપર મોડમાં જ થાય છે. મેના પહેલા સપ્તાહમાં આ થાય છે. આશા છે કે ખૂબ જ ઝડપથી નીટ પરીક્ષાની પેટર્નમાં ફેરફારના બારામાં છાત્રોને જાણકારી આપવામાં આવશે.
કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના નિર્દેશ મુજબ શિક્ષણ મંત્રાલય ફાઈ પાવર કમીટીની દરેક ભલામણો પર વિચાર કરી રહ્યું છે અને સંભવિત ફેરફારોનું માળખુ તૈયાર કરવામાં આવી રહ્યું છે. હાઈ પાવર કમીટીએ એક હાઈબ્રીડ મોડેલનું સૂચન કર્યું હતું. જેમાં કવેશ્ચન પેપરને પરીક્ષા કેન્દ્રો પર ડિઝીટલ રૂૂપમાં મોકલવામાં આવશે અને છાત્ર પોતાના જવાબ ઓએમઆર શીટ પર આપશે આથી પ્રશ્નપત્ર લીક થવાની સંભાવના પુરી રીતે ખતમ કરી શકાશે. નીટનું આયોજન પણ એનટીએ યુજીસી નીટની પરીક્ષા પણ સીબીટી મોડમાં કરવાનો નિર્ણય કર્યો છે અને તેના બારામાં નોટિફિકેશન પણ જાહેર કરી દેવાયુ છે.