રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાહુલ ગાંધીના હસ્તાક્ષરવાળા ટી-શર્ટ, ટોપી વેચશે કોંગ્રેસ

06:08 PM Dec 21, 2023 IST | Bhumika
Advertisement

પક્ષને બે દિવસમાં 1 લાખ 13 હજાર લોકોએ 3 કરોડનું દાન આપ્યું: મહારાષ્ટ્ર, રાજસ્થાન મોખરે

Advertisement

કોંગ્રેસે લોકસભા ચૂંટણી પહેલા ક્રાઉડફંડિંગ શરૂ કરી દીધું છે. આ અભિયાન શરૂ થયાના 48 કલાકની અંદર 1 લાખ 13 હજાર લોકોએ પાર્ટીને દાન આપ્યું છે. ‘દેશ માટે દાન કરો’ આ અંતર્ગત કોંગ્રેસને લગભગ ત્રણ કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. પાર્ટીને સૌથી વધુ દાન મહારાષ્ટ્રમાંથી મળ્યું છે, જ્યાં લગભગ 56 લાખ લોકોએ દાન આપ્યું છે. તે પછી રાજસ્થાન (26 લાખ), દિલ્હી (19), યુપી (19 લાખ) અને કર્ણાટક (18 લાખ) છે.

સૂત્રોએ મીડિયાને જણાવ્યું કે બુધવારે સવારે 9 વાગ્યા સુધી કુલ 1 લાખ 13 હજાર 713 લોકોએ કોંગ્રેસને દાન આપ્યું છે, જેમાંથી પાર્ટીને 2.81 કરોડ રૂપિયા મળ્યા છે. કોંગ્રેસ કહે છે કે આ ઝુંબેશના બે ધ્યેય છે - વધુ જાહેર ભંડોળ અને વધુ લોકભાગીદારી.
કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ મીડિયા સાથેણી વાતચિતમાં કહ્યું કે, કોંગ્રેસની 138મી વર્ષગાંઠ પર પાર્ટી 138, 1380, 13,800 અને 1,38,000 રૂપિયાનું દાન લઈ રહી છે. જો લોકો આનાથી વધુ દાન કરવા માંગતા હોય તો તેઓ કરી શકે છે. પાર્ટીને સૌથી વધુ દાન માત્ર 138 રૂપિયા સ્વરૂપ મળ્યું છે. માત્ર 32 લોકોએ 1 લાખ 38 હજાર રૂપિયાનું દાન કર્યું છે. આ સિવાય 626 લોકોએ 13 હજાર 800 રૂૂપિયાનું દાન કર્યું છે. જેમણે 1 લાખ 38 હજાર રૂપિયાનું દાન આપ્યું છે તેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, અશોક ગેહલોત, સીપી જોશી, નિરંજન પટનાયક, સુશીલ કુમાર શિંદે, ટીએસ સિંહદેવ, જયરામ રમેશ અને પવન ખેડાના નામ સામેલ છે. 81 ટકાએ યુપીઆઈ દ્વારા દાન કર્યું હતું જ્યારે લગભગ 8 ટકાએ ક્રેડિટ કાર્ડ દ્વારા દાન કર્યું હતું. સૌથી વધુ સંખ્યામાં દાતાઓ બિહારના છે, જો કે, તેઓએ નાની રકમનું દાન કર્યું છે.

સૂત્રોએ જણાવ્યું કે, કોંગ્રેસની ડોનેશન સાઇટ મજ્ઞક્ષફયિંશક્ષભ.શક્ષ પર 11 લાખ લોકોએ મુલાકાત લીધી છે. જો સૂત્રોનું માનીએ તો આગળનું પગલું લોકો પાસેથી ફંડ એકઠું કરીને તેમને પાર્ટી સાથે જોડવાનું છે. આ પછી, રાજ્ય આદરણીય લોકો પાસેથી ભંડોળને પ્રોત્સાહન આપવા માટે નેતાઓની સક્રિય ભાગીદારીની ખાતરી કરવા માટે કેન્દ્રીય નિરીક્ષક મોકલશે. તેવી જ રીતે, દરેક બૂથ પર ઓછામાં ઓછા 10 લોકો સુધી પહોંચવા માટે ડોર ટુ ડોર અભિયાન પણ શરૂૂ કરવામાં આવશે. ભારત જોડો યાત્રા પછી તેની વધેલી લોકપ્રિયતાને સીધી રીતે મેળવવા માટે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા હસ્તાક્ષર કરાયેલ ટી-શર્ટ અને કેપ્સ જેવી વસ્તુઓ પણ વેચશે.

Tags :
Congressindiaindia newsrahul gandhi
Advertisement
Next Article
Advertisement