For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દિલ્હીમાં કોંગ્રેસની બેઠક, અમિત ચાવડાને તેડું

04:38 PM Mar 19, 2024 IST | Bhumika
દિલ્હીમાં કોંગ્રેસની બેઠક  અમિત ચાવડાને તેડું
  • રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાની ના પાડી દેતા 18 ઉમેદવારો નકકી કરવા ચર્ચા, કાલ સાંજ સુધીમાં કેટલાક નામો જાહેર થઇ જવાની શકયતા, અનેક બેઠકો ઉપર સક્ષમ ઉમેદવારો મળતા નથી

ગુજરાતમાં લોકસભાની આગામી તા.7 મેના રોજ યોજાનાર ચુંટણી પૂર્વે કોંગ્રેસે આમ આદમી પાર્ટીને ભાવનગર અને ભરૂચની બેઠકો આપ્યા બાદ બાકીની 24 પૈકી સાત બેઠકો જાહેર કર્યા બાદ અમદાવાદ પૂર્વના ઉમેદવારે પણ ચુંટણી લડવાનો ઇન્કાર કરી દેતા હવે બાકીની 18 બેઠકોના ઉમેદવારો નકકી કરવા દિલ્હીમાં ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે વિરોધપક્ષ કોંગ્રેસના નેતા અમિત ચાવડાને દિલ્હી બોલાવવામાં આવ્યા છે અને અમિત ચાવડાએ આવતીકાલ સુધીમાં કોંગ્રેસના બાકી ઉમેદવારો જાહેર થઇ જશે તેવું જણાવ્યું છે.

Advertisement

આ ઉપરાંત આણંદની બેઠક ઉપરથી કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ ચુંટણી લડવાની ના પાડતા અમિત ચાવડાએ આ બેઠક ઉપરથી લોકસભાની ચુંટણી લડવાની જાહેરાત કરી છે અને ત્યારબાદ તેઓ દિલ્હી જવા રવાના થયા હતા.ગુજરાતમાં લોકસભાની ચુંટણી પહેલા સી.જે. ચાવડા, અર્જુન મોઢવાડીયા સહીત ચાર ધારાસભ્યો અને અનેક નેતાઓ કાર્યકરો સાથે ભાજપમાં જોડાઇ જતા કોંગ્રેસના અનેક નેતાઓ ચુંટણી લડવાથી પીછેહઠ કરી રહ્યા છે અને ઘર પકડીને બસી ગયા છે. આવી સ્થિતિમાં કોંગ્રેસને અનેક બેઠકો ઉપર સક્ષમ ઉમેદવારો મળી નહીં રહ્યા હોવાથી યાદી જાહેર કરવામાં વિલંબ થઇ રહ્યાનું માનવામાં આવે છે.

અમદાવાદ પુર્વની બેઠક માટે કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવાર રોહન ગુપ્તાએ પણ ગઇકાલે સાંજે જ ચુંટણી લડવાની ના પાડી દેતા કોંગ્રેસે જાહેર કરેલા સાત ઉમેદવારોમાંથી પણ એક ખડી ગયા છે. પરિણામે હવે કોંગ્રેસને 18 ઉમેદવારો નકકી કરવા પડે તેવી સ્થિતિ સર્જાયેલ છે. જયારે રાજકોટની બેઠક ઉપર પણ સક્ષમ ઉમેદવાર નહીં મળતા એનસીપીને આ બેઠક ફાળવી દેવાની ચર્ચા થઇ રહી છે.
દિલ્હીમાં આજે કોંગ્રેસ વર્કિંગ કમીટીની બેઠક મળી રહી છે અને અમિત ચાવડાને દિલ્હી બોલાવવામાં આવ્યા છે ત્યારે કોંગ્રેસના ઉમેદવારો અંગે પણ ચર્ચા થાય અને કેટલીક બેઠકોના ઉમેદવારો જાહેર કરવામાં આવે તેવી શકયતા છે.

Advertisement

આણંદથી અમિત ચાવડા લડશે, અમદાવાદ પૂર્વમાં લડવા અમિત નાયકની તૈયારી
આણંદની બેઠક ઉપરથી કોંગ્રેસના સિનીયર નેતા ભરતસિંહ સોલંકીએ ચુંટણી લડવા ઇન્કાર કરી દેતા હવે આ બેઠક ઉપરથી હાલ વિધાનસભા વિરોધપક્ષના નેતા અમિત ચાવડાએ ચુંટણી લડવાની જાહેરાત કરી છે. જયારે અમદાવાદ પુર્વની બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચુંટણી લડવાની ના પાડી દેતા આ બેઠક ઉપરથી ગુજરાત કોંગ્રેસના પ્રવકતા અમિત નાયકે ચુંટણી લડવા તૈયારી બતાવી છે અને આ અંગે તેમણે સોશિયલ મીડીયા પ્લેટફોર્મ ઉપર પોસ્ટ મુકી હાઇકમાન્ડ તેને ટિકિટ આપે તો ભાજપ સામે પુરી તાકાતથી લડી લેવાની જાહેરાત કરી છે. આ સિવાય અમદાવાદ પુર્વની બેઠક ઉપર હિંમતસિંહ પટેલને ટિકિટ મળે તેવી પણ શકયતા દર્શાવાય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement