ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ઉમેદવારની યાદી પહેલાં કોંગ્રેસનો ઢંઢેરો તૈયાર

05:22 PM Mar 05, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચુંટણી માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. સમાજવાદી પક્ષે યુપીમાં એની પહેલા કેટલાક ઉમેદવા જાહેર કર્યા હતા પણ ઇન્ડીયા ગઠબંધનના મોટા પક્ષ કોંગ્રેસની યાદીનું ઠેકાણં નથી ત્યાં તેણે ચુંટણી વચનોવાળા ઢંઢેરાનો મુસદો તૈયાર કરી દીધો છે.

સોમવારે સાંજે યોજાયેલી બેઠક બાદ કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે પાર્ટીનો મેનિફેસ્ટો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. હાલમાં ઉમેદવારોના નામને લઈને પાર્ટીની અંદર મંથન ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં કોંગ્રેસ લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારી શકે છે. માનવામાં આવે છે કે પાર્ટી મેનિફેસ્ટોમાં અગ્નિવીર યોજના બંધ કરવા જેવા મુદ્દાઓ પણ સામેલ કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોંગ્રેસ અઈં દ્વારા મોટા પાયે પ્રચાર કરવાની તૈયારી કરી રહી છે. સાથે જ એવી શક્યતા છે કે કોંગ્રેસ પી. ચિદમ્બરમની આગેવાની હેઠળની સમિતિ દ્વારા મંગળવારે એટલે કે આજે મેનિફેસ્ટો જાહેર કરી શકે છે.

મેનિફેસ્ટોમાં મોટી સંખ્યામાં નોકરીઓ આપવાનું વચન આપવાની સાથે અગ્નવીર યોજના બંધ કરવાનું અને જૂની ભરતી યોજનાને ફરીથી શરૂૂ કરવાનું વચન પણ સામેલ થઈ શકે છે. કોંગ્રેસ પેપર લીકને રોકવા માટે કડક સજાની વાત કરી શકે છે. આ સાથે જ મહિલાઓના સશક્તિકરણ પર પણ બહાર આપી શકે છે. આ માટે તેઓ સીધા મહિલાઓના ખાતામાં વધુ પૈસા નાખવાનું વચન આપી શકે છે.

ઉપરાંત 450 રૂૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાનું અને બસની મુસાફરીમાં ડિસ્કાઉન્ટ આપવાનું વચન પણ આપી શકે છે. ખેડૂતોની સીધી લોન માફીને બદલે ખજઙની ગેરંટીનું વચન અને ખેડૂતોના સાધનો પરથી ૠજઝ દૂર કરવા અથવા ઘટાડવાનું વચન આપી શકે છે. સાથે જ મોંઘવારીમાંથી મુક્તિ મેળવવા પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાની વાત પણ મેનિફેસ્ટોમાં કહી શકે છે.એ વાત જાણીતી જ છે કે 2014 અને 2019માં કોંગ્રેસનું પ્રદર્શન બહુ સારું નહોતું તેથી આ વખતે પાર્ટી મેનિફેસ્ટો દ્વારા લોકોને પાર્ટીનું વિઝન જણાવવા માંગે છે. હાલમાં કોંગ્રેસે ઉમેદવારોના નામ પણ જાહેર કર્યા નથી. જ્યારે ભાજપે 195 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે.

સરકારમાં ખાલી 10 લાખ જગ્યા ભરવા રાહુલની ગેરંટી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ જો ભારતમાં ગઠબંધન સરકાર રચે તો છેલ્લા એક દાયકામાં સંચિત કેન્દ્ર સરકારના વિભાગોમાં આશરે 10 લાખ ખાલી જગ્યાઓ ભરવાની યોજનાની જાહેરાત કરી હતી. રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી પર કોન્ટ્રાક્ટ-આધારિત પ્રણાલીની તરફેણમાં કાયમી રોજગારની અવગણના કરવાનો આરોપ મૂકતા, રોજગાર સર્જન પ્રત્યે પ્રતિબદ્ધતાના અભાવ તરીકે ઓળખાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી. કોંગ્રેસના નેતાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ખાલી જગ્યાઓ યુવાનો માટે યોગ્ય તક છે અને આ મુદ્દાને ઉકેલવા માટે એક વ્યાપક વ્યૂહરચના તૈયાર કરી છે.ચૂંટણી ઢંઢેરામાં રોજગારી સર્જન અને કૌશલ્ય વિકાસ પર ભાર મુકવામાં આવ્યો છે.

Tags :
Congressindiaindia newsrahul gandhi
Advertisement
Advertisement