બિહાર ચૂંટણીમાં હારથી કોંગ્રેસમાં બબાલ: સમીક્ષા બેઠકમાં ગોળી મારવાની ધમકી
બિહાર વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતાત્રિક ગઠબંધન (NDA) ના હાથે કારમી હાર બાદ, કોંગ્રેસ પાર્ટીએ ગુરુવારે (27 નવેમ્બર, 2025) દિલ્હીમાં તેના પાર્ટી મુખ્યાલય, ઇન્દિરા ભવન ખાતે એક સમીક્ષા બેઠક યોજી હતી. જોકે, બેઠક પહેલા જ પાર્ટી નેતાઓમાં હોબાળો મચી ગયો હતો. ઘણા નેતાઓ એકબીજા દલીલો કરતા જોવા મળ્યા અને, જેમાં એકે ગોળી ચલાવવાની ધમકી પણ આપી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, બિહારના વૈશાલીના ઉમેદવાર એન્જિનિયર સંજીવ અને પપ્પુ યાદવના નજીકના સાથી જીતેન્દ્ર કુમાર વચ્ચે કોંગ્રેસના વેઇટિંગ રૂૂમમાં ઝઘડો થયો હતો. સંજીવે ખુલ્લેઆમ હાથના ઈશારાથી ગોળી ચલાવવાની ધમકી આપી હતી, અને દાવો કર્યો હતો કે ટિકિટ બહારના લોકોને આપવામાં આવી રહી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીને આ ઘટનાની જાણ કરવામાં આવી છે. જોકે, એન્જિનિયર સંજીવે આવી કોઈ પણ તકરારનો ઇનકાર કર્યો છે.
એન્જિનિયર સંજીવે કહ્યું, એવા કેટલાક અહેવાલો છે કે મેં આજે કોંગ્રેસ કાર્યાલયમાં કોઈને મારી નાખવાની ધમકી આપી હતી, પરંતુ આ સંપૂર્ણપણે પાયાવિહોણા છે અને તેમાં કોઈ સત્ય નથી. અમારો કોઈ સાથે કોઈ વિવાદ નથી; કૃપા કરીને આ અફવાઓને અવગણો.
કોંગ્રેસના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે સમીક્ષા બેઠક વિશે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, મીટિંગમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ ધારાસભ્યો પાસેથી વ્યક્તિગત રીતે પ્રતિભાવ લીધો હતો.