રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કોંગ્રેસ આખરે જાગી: આજે ઉમેદવારોનો નિર્ણય

05:37 PM Mar 07, 2024 IST | Bhumika
Advertisement

તમામ રાજકીય પક્ષો લોકસભા ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં કોંગ્રેસે પણ ચૂંટણીની તૈયારી શરૂૂ કરી દીધી છે. આ માટે પાર્ટી આજે એટલે કે ગુરુવારે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજશે. જેમાં લોકસભા ચૂંટણીના ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, કોંગ્રેસ મોટાભાગના વર્તમાન સાંસદોને બીજી તક આપી શકે છે. આ સિવાય પાર્ટી મોટા ચહેરાઓને મેદાનમાં ઉતારવાની રણનીતિ પણ અપનાવી શકે છે.

Advertisement

ઉમેદવારોના નામ મંજૂર થયા બાદ કોંગ્રેસ ટૂંક સમયમાં પ્રથમ યાદી જાહેર કરી શકે છે. સૂત્રોનું માનવું છે કે કોંગ્રેસ નેતૃત્વ વરિષ્ઠ નેતાઓ ચૂંટણી લડે તેવી અપેક્ષા રાખી રહ્યું છે, જ્યાં છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલ રાજનાંદગાંવથી ચૂંટણી લડશે. તે જ સમયે, યુપી પ્રદેશ અધ્યક્ષ અજય રાયને વારાણસીથી અને દિલ્હી પ્રદેશ અધ્યક્ષ અરવિંદર સિંહ લવલીને ઉત્તર પૂર્વ દિલ્હીથી ટિકિટ મળી શકે છે. દીપેન્દ્ર હુડ્ડા રોહતકથી ચૂંટણી લડી શકે છે.

અશોક ગેહલોત અને સચિન પાયલટ જેવા મોટા નામોને લઈને ચિત્ર સ્પષ્ટ નથી. સૌથી મોટું સસ્પેન્સ રાહુલ ગાંધીની સીટ અને પ્રિયંકા ગાંધીના ચૂંટણી લડવા પર છે. હજુ એ સ્પષ્ટ નથી થયું કે ગાંધી પરિવારમાંથી કોઈ અમેઠી અને રાયબરેલીથી ચૂંટણી લડશે કે નહીં.

ઉમેદવારોની પસંદગીમાં જાતિ સમીકરણ અને જીતના પરિબળને ધ્યાનમાં રાખવામાં આવશે. ગઠબંધનના રાજ્યોમાં સહયોગી પક્ષો સાથે પણ ચર્ચા ચાલી રહી છે. ઉમેદવારોની પસંદગી કરવા માટે, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ તાજેતરમાં જુદા જુદા વિસ્તારો માટે પાંચ સ્ક્રીનીંગ સમિતિઓની રચના કરી હતી. રાજ્ય ચૂંટણી સમિતિને મોકલવામાં આવેલા નામો પર વિચાર કરવા માટે, સ્ક્રીનીંગ કમિટી દરેક બેઠક માટે એક કે બે નામ પસંદ કરે છે અને તેમને કેન્દ્રીય ચૂંટણી સમિતિને મોકલે છે, જ્યાં અંતિમ મંજૂરી આપવામાં આવે છે.

ગુજરાત સહિતના નામો પર ચર્ચા
ઉમેદવાર નક્કી કરવા માટે કોંગ્રેસની પ્રથમ બેઠક આજે પાર્ટી હેડક્વાર્ટરમાં યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ 100થી વધુ બેઠકો માટે ઉમેદવારોના નામ નક્કી કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેરળ, તમિલનાડુ, તેલંગાણા, કર્ણાટક, દિલ્હી, છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને પૂર્વોત્તર રાજ્યોની બેઠકો પર ચર્ચા થશે. આ સિવાય પાર્ટી ઉત્તર ફપ્રદેશની કેટલીક સીટો પર પણ ચર્ચા કરી શકે છે.

Tags :
Congressindiaindia news
Advertisement
Next Article
Advertisement