રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વિધાનસભાનું દસ દિવસનું ખાસ સત્ર બોલાવવાની કોંગ્રેસની માગણી

05:42 PM Jul 17, 2024 IST | admin
Advertisement

જમીન કૌભાંડો માટે રચાયેલી ‘સીટ’ની તપાસ અંગે ખુલ્લા મને ચર્ચા જરૂરી: ચાવડા

Advertisement

આગામી ઓગસ્ટ મહિનામાં યોજાનાર વિધાનસભાના ચોમાસું સત્રને દસ દિવસ માટે બોલાવવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા વિધાનસભા અધ્યક્ષ સમક્ષ કરવામાં આવી છે. કોંગ્રેસના સિનિયર નેતા અમિત ચાવડાએ પત્રકાર સમક્ષ જણાવ્યું હતું કે, રાજ્યમાં વિવિધ જમીન કૌભાંડ માટે રચાયેલી સીટના તપાસ અહેવાલો પર ખુલ્લા મનથી ચર્ચા થવી જોઈએ.

ચોમાસું સત્ર માત્ર એક-બે દિવસનું ન રાખીને ગુજરાતની મહત્વની સમસ્યાઓ પર ચર્ચા માટે દસ દિવસનું હોવું જોઈએ, તેવી કોંગ્રેસે માંગણી કરી છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, હિન્દુત્વના નામે કાર્યરત ભાજપ સરકાર ગૌચરની જમીન ઔદ્યોગિક ગૃહોને પધરાવી રહી છે, જેમાં ગૌમાતા માટેની જમીન હડપાઈ ગઈ છે. વિજય રૂૂપાણી સરકાર વખતે મહેસૂલ વિભાગમાં વધુ ભ્રષ્ટાચાર થતો હોવાનો દાવો કરતા, દૈનિક 14.22 લાખ ચોરસ મીટર જમીન ઔદ્યોગિક ગૃહોને ફાળવવામાં આવે છે. હાઇકોર્ટના આદેશથી અદાણીની જમીન પર તપાસ કરવી પડી છે.

મુલાસણની પાંજરાપોળની 60 લાખ ચોરસ મીટર જમીનને બિનકાયદેસર હેતુફેર કરી દેવામાં આવી હતી, જે બાદ કલેક્ટરને જેલમાં મોકલવામાં આવ્યા હતા. સુરતના ડુમસમાં 2000 કરોડની સરકારી જમીન ગેરકાયદેસર રીતે ખાનગી હસ્તક કરવાના કેસમાં સીઆર પાટીલ અને હર્ષ સંઘવીની સંડોવણીની પણ તપાસ થવી જોઈએ.સુરેન્દ્રનગર, રાજકોટ, અમદાવાદ અને દહેગામમાં જમીન કૌભાંડમાં મુખ્યમંત્રીની મૃદુતા અને મક્કમતા અંગે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલી તમામ એસઆઇટીના રિપોર્ટ રજૂ કરી તે પર ચર્ચા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

સરસ્વતી સાધના યોજના હેઠળ દીકરીઓને સાયકલ આપવાની યોજના અંતર્ગત મોટા પાયે કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. 1,70,000 સાયકલોની ખરીદીમાં રાજસ્થાન સરખામણીમાં 500 રૂૂપિયાનો તફાવત દેખાયો છે, જે રૂૂ. 8.5 કરોડનું કૌભાંડ દર્શાવે છે.

Tags :
Congressindiaindia newsvidhansbha
Advertisement
Next Article
Advertisement