PM મોદી સામે કોંગ્રસની વિશેષાધિકાર ભંગની ફરિયાદ
અનુરાગ ઠાકુરના ભાષણને શેર કરી વડાપ્રધાને વિશેષાધિકારનો ભંગ કર્યાનો આરોપ
સંસદમાં મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે. કોંગ્રેસના સાંસદ ચરણજીત સિંહ ચન્નીએ એસજી સમક્ષ પીએમ મોદી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની ફરિયાદ નોંધાવી છે. ખાસ વાત એ છે કે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરના નિવેદન બાદ કોંગ્રેસે ફરિયાદ કરવાનો નિર્ણય લીધો છે.
કોંગ્રેસે બુધવારે જ આરોપ લગાવ્યો છે કે પીએમ મોદીએ કેન્દ્રીય મંત્રી ઠાકુરના ભાષણનો વીડિયો શેર કરીને સંસદીય વિશેષાધિકારના ઘોર ઉલ્લંઘનને પ્રોત્સાહન આપ્યું છે. વડાપ્રધાન મોદીએ મંગળવારે લોકસભામાં અનુરાગ ઠાકુરના ભાષણની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તેને સાંભળવું જ જોઇએ. કોંગ્રેસનો આરોપ છે કે સાંસદે વિપક્ષના નેતાની જાતિ પૂછીને ચર્ચાનું સ્તર નીચું કર્યું છે.
કોંગ્રેસ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું છે આ વીડિયો શેર કરીને વડાપ્રધાને સંસદીય વિશેષાધિકારના ઘોર ઉલ્લંઘનને પ્રોત્સાહન આપ્યું છે.
રમેશે કહ્યું, પવિપક્ષના વિરોધ પર, સ્પીકર જગદંબિકા પાલે ખાતરી આપી કે ભાષણના તે ભાગોને દૂર કરવામાં આવશે.
સંસદની કાર્યવાહીના રેકોર્ડમાંથી કાઢી નાખવામાં આવેલા ભાષણોના અંશો સંપાદિત કરીને અપલોડ કરવામાં આવે છે. સંસદ ટીવીએ અસંપાદિત ભાષણ અપલોડ કર્યું અને બિન-જૈવિક વડા પ્રધાને તેને જાહેરમાં શેર કર્યું અને તેની પ્રશંસા કરી.
ભાજપ સાંસદે વિવાદિત ટિપ્પણી કરતાં ખડગે ભાવુક થઇ ગયા
આ માહોલમાં મારે નથી જીવવું
સંસદ સત્રમાં બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું એક અલગ જ રૂૂપ જોવા મળ્યું હતું. રાજ્યસભામાં વિપક્ષી નેતા ખડગે અચાનક જ ભાવુક થઈ ગયા હતા. ઘટના એમ છે કે, મંગળવારે રાજ્યસભામાં ભાજપના નેતા ઘનશ્યામ તિવારીએ મલ્લિકાર્જુન ખડગેના નામ પર ટિપ્પણી કરી હતી જેના કારણે ખડગે ખૂબ જ દુ:ખી નજર આવ્યા હતા.
ખડગેએ બુધવારે ભાવુક થઈને અધ્યક્ષને ભાજપના સાંસદ ઘનશ્યામ તિવારી દ્વારા તેમના રાજકીય સફર અંગે સદનમાં કરેલી કેટલીક ટિપ્પણીઓને સદનથી હટાવવાનો આગ્રહ પણ કર્યો છે. અધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું કે, હું ઘનશ્યામ તિવારી દ્વારા મંગળવારે સદનમાં કરવામાં આવેલી ટિપ્પણી પર ધ્યાન આપીશ અને આશ્વાન આપ્યું કે, કોંગ્રેસ નેતાને ઠેસ પહોંચાડનારી કોઈ પણ બાબત રેકોર્ડમાં નહીં રહેશે.
તમને જણાવી દઈએ કે, ભાજપના સાંસદ ઘનશ્યામ તિવારીએ મલ્લિકાર્જુન ખડગેના નામ પર કેટલીક ટિપ્પણી કરી હતી અને તેમના પર પરિવારવાદનો આરોપ લગાવ્યો હતો. આજે જ્યારે રાજ્યસભાની કાર્યવાહી શરૂૂ થઈ ત્યારે મલ્લિકાર્જુન ખડગે પોતાની સીટ પરથી ઊભા થયા અને કહ્યું કે, મારા માતા-પિતાએ મારું નામ ખૂબ જ સમજી-વિતારીને રાખ્યું હતું. મારા પિતાજી ઈચ્છતા હતા કે, 12 જ્યોતિર્લિંગમાંથી એક મારા દીકરાનું નામ હોય. ઘનશ્યામ તિવારીને મારા નામથી શું વાંધો છે, જો તેઓ આવું બોલ્યા? તેમણે કહ્યું કે, ઘનશ્યામ તિવારીએ મારા પર પરિવારવાદનો પણ આરોપ લગાવ્યો છે, જોકે, હું પોતાના પરિવારમાંથી રાજનાતિમાં આવનારો પ્રથમ સભ્ય છું. રાજ્યસભામાં પોતાની વાત મૂકતી વખતે ખડગે ગદગદ થઈ ગયા હતા. આ દરમિયાન તેમણે કહી દીધું કે, અધ્યક્ષ જી મારે હવે આ માહોલમાં નથી જીવવું. તેના પર અધ્યક્ષે ખગડેને કહ્યું કે, તમે હજું વધારે જીવશો અને આગળ વધશો.