કોંગ્રેસે 43 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી: ગુજરાતના 6 ઉમેદવાર કર્યા જાહેર, 2 નવા ચહેરા મેદાને ઉતાર્યા, જુઓ લિસ્ટ
કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માટે તેના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જેમાં 43 ઉમેદવારોને સ્થાન આપવામાં આવ્યું છે. ગુજરાતમાં ઘણા ઉમેદવારોના નામ જાહેર કરવામા આવ્યા છે. આ પૈકી બનાસકાંઠાથી ગેનીબેન, વલસાડથી અનંત પટેલ, બારડોલીથી તુષાર ચૌધરી, અમદાવાદ પૂર્વથી બારડોલીથી, રોહન ગુપ્તા, અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા અને પોરબંદરથી લલિત વસોયાને ટિકિટ અપાઈ છે. આ પૈકી ત્રણ વર્તમાન ધારાસભ્ય છે.
કોંગ્રેસ પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બીજી બેઠક સોમવારે (11 માર્ચ) સાંજે યોજાઈ હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને CEC સભ્યોએ દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટરમાં આયોજિત બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠકમાં રાજસ્થાન અને ઉત્તરાખંડના કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ હાજર હતા.
આ પહેલા કોંગ્રેસે 39 સીટો પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. પ્રથમ યાદીમાં રાહુલ ગાંધીનું નામ પણ સામેલ હતું. તેઓ વાયનાડથી ચૂંટણી લડશે. તેમના સિવાય શશિ થરૂર તિરુવનંતપુરમથી અને ભૂપેશ બઘેલ રાજનાંદગાંવથી ચૂંટણી લડશે.