મધ્યપ્રદેશમાં શિવરાજની બેઠક પર કોંગ્રેસ આગળ: યુપીમાં ભાજપને 9માંથી 7, સાઇકલની હવા નીકળી ગઇ
મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચુંટણીઓ સાથે 11 રાજયોની વિધાનસભાની પેટા ચુંટણીઓ પણ યોજાિ હતી. મધ્યપ્રદેશમાં કેન્દ્રીય કૃષીપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે ખાલી કરેલ બુધની બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે 7 હજાર મતની લીડ મેળવતા ચૌહાણની લોકપ્રિયતાને મોટો ફટકો પડયો છે.
જો કે અન્ય બેઠક વિજયપુર પર ભાજપ બીજા રાઉન્ડમાં 2475 મતે આગળ હતા. બિહારની 4 બેઠકને પેટા ચુંટણીની મતગણતરીમાં બેલાગંજથી જેડીયુ અને રામગઢથી બસપા આગળ છે. ઇમામગંજ બેઠક પરથી આરજેડીના રોશનકુમાર માંઝી બીજા રાઉન્ડના અંતે આગળ છે. આ બેઠક પર કેન્દ્રીય મંત્રી જીતનરામ માંઝીના પુત્રવધુ ત્રીજા સ્થાને છે. પ્રશાંત કિશોરની જનસુરાજ પક્ષના જિતેન્દ્ર પાસવાન બીજા નંબરે છે. તરારી બેઠક પર ભાજપ પ્રથમ રાઉન્ડમાં 132 મતોથી આગળ છે. યુપીની 9 બેઠકોની પેટા ચુંટણીમાન અખિલેશના સમાજવાદી પાર્ટીની સાઇકલની હવા નીકળી ગઇ છે. અહીં ભાજપ 7 અને સપા માત્ર બે બેઠકો પર આગળ છે. ઉતરાખંડની એકમાત્ર બેઠક કેદારનાથમાં પણ ભાજપ સરસાઇ ધરાવે છે.