સરકારી કર્મચારીઓને જલસો: 2026થી 8મું પગાર પંચ
સરકાર તરફથી આઠમાં પગાર પંચને લીલી ઝંડી મળી ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે 1 જાન્યુઆરી 2026થી આઠમું પગાર પંચ લાગૂ થઈ જશે. આ લાગૂ થવાની સાથે કેન્દ્રીય કર્મચારીઓને મોટો ફાયદો થશે. રિપોર્ટ્સ અનુસાર સરકાર તરફથી ફિટમેન્ટ ફેક્ટર 2.86 રહી શકે છે. પાછલા પગારપંચમાં તે 2.57 હતું. જો ફિટમેન્ટ ફેક્ટર 2.86 રહી છે તો મિનિમમ પગાર 18000 રૂૂપિયાથી વધી 51480 રૂૂપિયા થઈ જશે. તો પેન્શન 9000 રૂૂપિયાથી વધી 25740 રૂૂપિયા થઈ જશે.
અલગ-અલગ ગ્રેડ પેના કર્મચારીઓ માટે આઠમું પગાર પંચ લાગૂ થયા બાદ અલગ-અલગ પગાર મળશે. લેવલ ત્રણ પર વર્તમાન સમયમાં 57456રૂૂપિયા પગાર મળે છે.જે વધીને 75845 રૂૂપિયા થઈ શકે છે. તો લેવલ 6ના કર્મચારીઓનો પગાર 93708 રૂૂપિયાથી વધી 1.2 લાખ થઈ શકે છે.
એવા પેન્શનર્સ જે 2000ના ગ્રેડ પે પર છે, તેનું પેન્શન 13000 રૂૂપિયાથી વધી 24960 રૂૂપિયા પહોંચી શકે છે. જો ફિટમેન્ટ ફેક્ટર 1.92 રહ્યું. તો ફિટમેન્ટ ફેક્ટર 2.28 પર 27040 રૂૂપિયા પેન્શન લેવલ 3ના કર્મીઓને મળી શકે છે. જેનું પેન્શન 16000 રૂૂપિયા હતું તે વધીને 30720 રૂૂપિયા થઈ શકે છે.
આવે કર્મચારી જે 2800 ગ્રેડ પે પર નિવૃત્ત થયા છે, તે 15700ની જગ્યાએ આઠમું પગાર પંચ લાગૂ થયા બાદ 30140 રૂૂપિયાનું પેન્શન મેળવી શકે છે. જો ફિટમેન્ટ ફેક્ટર 2.28 લાગૂ થાય તો તેનું પેન્શન 32656 રૂૂપિયા થઈ શકે છે. લેવલ 5ના પેન્શનર્સનું મિનિમમ પેન્શન 1.92 ફિટમેન્ટમાં 39936 રૂૂપિયા અને 2.28ના ફિટમેન્ટ ફેક્ટર પર 46264 રૂૂપિયા થઈ જશે.
લેવલ 6ના કર્મચારી જે 4200 ગ્રેડ પે પર નિવૃત્ત થયા છે તેનું પેન્શન 28450 રૂૂપિયાની જગ્યાએ 54624 રૂૂપિયા થઈ શકે છે. જો ફિટમેન્ટ ફેક્ટર 2.28 લાગૂ થયું તો તેનું પેન્શન 59176 રૂૂપિયા થઈ શકે છે.