For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉદયપુરમાં વિદ્યાર્થીઓના ઝઘડા બાદ કોમી હિંસા ભડકી, ઠેરઠેર આગજની-તોડફોડ

11:11 AM Aug 17, 2024 IST | Bhumika
ઉદયપુરમાં વિદ્યાર્થીઓના ઝઘડા બાદ કોમી હિંસા ભડકી  ઠેરઠેર આગજની તોડફોડ
Advertisement

ઉદયપુર શહેરમાં હિંસા ભડકી છે. હુમલાની એક ઘટના બાદ આખુ ઉદયપુર બંધ થઈ ગયું છે. એટલુ જ નહિ, શહેરમાં ઠેરઠેર આગ અને તોડફોડના બનાવો બન્યા છે. હાલ શહેરમાં 180ની કલમ લાગુ કરી દેવાઈ છે.
રાજસ્થાનમાં તળાવોના શહેર તરીકે પ્રખ્યાત ઉદયપુર સાંપ્રદાયિક હિંસાની આગમાં સળગી ઉઠયું છે. ક્ધહૈયા લાલ ટેલરની હત્યા બાદ શહેરમાં ભાઈચારો વધારવાના પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં અવાર-નવાર તણાવ જોવા મળી રહ્યો છે. ઉદયપુરમાં ફરી તણાવ જોવા મળ્યો છે.

ઘટનાની મળતી વિગતો પ્રમાણે, શુક્રવારે ક સરકારી શાળાના બે વિદ્યાર્થી વચ્ચેની લડાઈને કારણે તણાવની સ્થિતિ પેદા થઈ ગઈ. શહેરમાં ધોરણ10ના વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીને ચાકુ મારી દેતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેના બાદ શહેરમાં તણાવનો માહોલ ફેલાય છે. લોકોએ શોપિંગ મોલમાં તોડફોડ કરી અને પથ્થરમારો કર્યો. ગેરેજમાં પાર્ક કરેલી કારને પણ આગ ચાંપવામાં આવી હતી. પોલીસે લાઠીચાર્જ કરીને દેખાવકારોને ભગાડ્યા. આ ઘટના સવારે 10:30 વાગ્યે સૂરજપોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ભટ્ટિયાની ચોહટ્ટામાં એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી.

Advertisement

કલેક્ટર અરવિંદ પોસવાલે આ અંગે જણાવ્યું છે કે, હુમલો કર્યા બાદ ફરાર થયેલા સગીર વિદ્યાર્થીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેના પિતાની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવશે. મહત્વનું છે કે, આ બંને વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ મીડિયા પર થયેલી ચેટના વીડિયો પણ વાયરલ થયા છે. ચેટમાં આરોપી વિદ્યાર્થીએ જાનથી મારવાની ધમકી આપી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પોલીસ આ એંગલથી પણ તપાસ કરી રહી છે. હાલ ઘાયલ વિદ્યાર્થીની સારવાર ચાલી રહી છે. આ ઘટનાથી રોષે ભરાયેલાં હિન્દુ સંગઠનોએ ચેતક સર્કલ, હાથીપોળ, અશ્વિની બજાર, બાપુ બજાર અને ઘંટાઘર વિસ્તારમાં દુકાનો બંધ કરાવી દીધી. ધીરે ધીરે આ ઘટના હિંસક બની ગઈ. અગમચેતીના ભાગરૂૂપે પોલીસકર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા છે. હુમલો કર્યા બાદ ફરાર થયેલા સગીર વિદ્યાર્થીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેના પિતાની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવશે.

પોલીસે જણાવ્યું કે, આ ઘટનાના વિરોધમાં કેટલાક હિન્દુ સંગઠનોના સદસ્ય શહેરમાં મધુબન વિસ્તારમાં એકત્રિત થયા હતા. ભીડે પથરાવ કર્યો હતો, અને ત્રણ-ચાર કારને આગ લગાવી હતી. શુક્રવારે સાંજ સુધી તણાવ વધતા બાપુ બજાર, હાથીપોળ, ઘંટાઘર, ચેતક સર્કલ અને આસપાસના વિસ્તારમાં બજાર બંધ કરવામાં આવ્યા હતા. હાલ શહેરમાં તણાવનો માહોલ છે. શહેરમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા બનાવી રાખવા પોલીસ દ્વારા અપીલ કરાઈ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement