કોમર્સિયલ LPG ના ભાવમાં 10નો ઘટાડો, ઘરેલું ગ્રાહકોને રાહત નહીં
કોમર્શિયલ LPG સિલિન્ડરના ગ્રાહકોને આજથી નજીવી રાહત મળી છે, જ્યારે ઘરેલું LPG સિલિન્ડરના દરો સ્થિર રહ્યા છે. 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં દિલ્હીથી પટના સુધી ₹10નો ઘટાડો નોંધાયો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 19 કિલોનો સિલિન્ડર હવે ₹1,590.50 ની જગ્યાએ ₹1,580.50 માં મળશે. કોલકાતામાં પણ ₹10ની રાહત સાથે નવો દર ₹1,684 થયો છે. આ જ રીતે, મુંબઈમાં કોમર્શિયલ સિલિન્ડર હવે ₹1,531.50 માં અને ચેન્નઈમાં ₹1,739.50 માં ઉપલબ્ધ છે.
બીજી તરફ, 14.2 કિલોગ્રામ વજનના ઘરેલું LPG સિલિન્ડરના દરોમાં આજે કોઈ ફેરફાર થયો નથી. દેશના મુખ્ય મેટ્રો શહેરોમાં ભાવ આ પ્રમાણે છે: દિલ્હીમાં ₹853, મુંબઈમાં ₹852.50, કોલકાતામાં ₹879 અને ચેન્નઈમાં ₹868.50. અન્ય શહેરોમાં, પટનામાં ₹951 અને લખનઉમાં ₹890.50 ના દરે ઘરેલું સિલિન્ડર મળી રહ્યો છે. અંતરિયાળ અને પહાડી વિસ્તારોમાં, જેમ કે કારગિલમાં ₹985.5 અને પુલવામામાં ₹969 છે. અહીં પરિવહન ખર્ચના કારણે ભાવ થોડા ઊંચા રહે છે.