કોમર્સિયલ ગેસ સસ્તો, મારૂતિ કાર-હવાઇ મુસાફરી મોંઘી
બજેટ પૂર્વે કોમર્સિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂા.7નો ઘટાડો, એટીએફના ભાવ વધ્યા
નાણામંત્રી નિર્મલા સીતારામન બજેટ રજૂ કરે તે પહેલા આજથી 19 કિલોનો કોમર્શિયલ ગેસ સિલિન્ડર 7 રૂૂપિયા સસ્તો થયો છે. હવે તે દિલ્હીમાં 1804 રૂૂપિયામાં ઉપલબ્ધ થશે. તે જ સમયે, મારુતિ સુઝુકીએ તેના વાહનોની કિંમતોમાં 32,500 રૂૂપિયાનો વધારો કર્યો છે. ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી દિલ્હીમાં તેની કિંમત 7 રૂૂપિયા ઘટીને રૂ. 1797 થઈ ગઈ. પહેલા તે રૂ. 1804માં ઉપલબ્ધ હતું. કોલકાતામાં તે 4 રૂૂપિયા ઘટીને રૂ. 1907માં ઉપલબ્ધ છે, પહેલા તેનો ભાવ રૂ. 1911 હતું. મુંબઈમાં સિલિન્ડરની કિંમત 1756 રૂૂપિયાથી 6.50 રૂૂપિયા ઘટીને 1749.50 રૂૂપિયા થઈ ગઈ છે. ચેન્નાઈમાં સિલિન્ડર 1959.50 રૂૂપિયામાં ઉપલબ્ધ છે.
બીજી તરફ મારુતિ સુઝુકીએ તેના વિવિધ મોડલની કિંમતોમાં રૂૂ. 32,500 સુધીનો વધારો કર્યો છે. જે મોડલ્સની કિંમતો બદલાશે તેમાં Alto K10, S-Presso, Celerio, Wagon R, Swift, DZire, Brezza, Ertiga, Ignis, Baleno, Ciaz, XL6, FrontX, Invicto, Jimny અનેGrand Vitaraનો સમાવેશ થાય છે. કોમર્સિયલ ગેસ સિલિન્ડર સસ્તો થયો છે પણ હવાઇ મુસાફરી મોંઘી થઈ શકે છે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એર ટ્રાફિક ફ્યુઅલ ( ATF)ના ભાવમાં વધારો કર્યો છે. તેનાથી હવાઈ મુસાફરી મોંઘી થઈ શકે છે. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, દિલ્હીમાં ATFરૂૂ. 5078.25 થી રૂૂ. 95,533.72 પ્રતિ કિલોલીટર (1000 લીટર) મોંઘુ થયું છે.