કોમર્સિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂા.16 સુધીનો વધારો
ઓક્ટોબર 2025 શરૂૂ થઈ ગયો છે અને તેમાં ઘણા મોટા ફેરફારો થયા છે . મહિનાના પહેલા દિવસે જ લોકોને મોંઘવારીનો ઝટકો લાગ્યો છે. દેશભરમાં LPG સિલિન્ડરના ભાવમાં ₹16 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ દિલ્હીથી મુંબઈ અને કોલકાતાથી ચેન્નાઈ સુધી LPG ના ભાવમાં વધારો કર્યો છે.
જો કે, આ વધારો 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં કરવામાં આવ્યો છે, જ્યારે 14 કિલોગ્રામના ઘરેલુ રાંધણ LPG સિલિન્ડરના ભાવ યથાવત્ જ રખાયા છે.
IOCL ની વેબસાઇટ પર અપડેટેડ LPG સિલિન્ડરના ભાવને ધ્યાને લેતા રાજધાની દિલ્હીમાં સિલિન્ડરના ભાવમાં 15 રૂૂ.નો વધારો થયો છે. આ ફેરફાર બાદ 19 કિલોગ્રામના સિલિન્ડરની કિંમત હવે પહેલાના 1580ને બદલે 1595 રૂૂ. થશે. જ્યારે કોલકાતામાં કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત 1,684 થી વધીને 1,700 રૂૂ. થઈ ગઈ છે.
અન્ય મહાનગરોની વાત કરીએ તો 19 કિલોગ્રામનું સિલિન્ડર જે પહેલા મુંબઈમાં 1531માં મળતું હતું હવે તેની કિંમત 1547 રૂૂ. છે, જ્યારે ચેન્નાઈમાં તેની કિંમત 1738 થી વધારીને 1754 રૂૂ. કરવામાં આવી છે. દિલ્હી ઉપરાંત, ત્રણેય શહેરોમાં કિંમતમાં 16નો વધારો કરવામાં આવ્યો છે. આ નવી કિંમતો 1 ઓક્ટોબર,2025 થી અમલમાં આવશે.