For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સનાતન ધર્મ મામલે ટિપ્પણી: સુપ્રીમે ઉદયનિધિને તતડાવ્યા

03:49 PM Mar 04, 2024 IST | admin
સનાતન ધર્મ મામલે ટિપ્પણી  સુપ્રીમે ઉદયનિધિને તતડાવ્યા
  • તમામ ફરિયાદ ટ્રાન્સફર કરવાની અરજી પર કહ્યું, તમે તમારા અધિકારોનો દુરુપયોગ કર્યો છે

સુપ્રીમ કોર્ટે ડીએમકે નેતા અને તમિલનાડુ સરકારના મંત્રી ઉદયનિધિ સ્ટાલિનને તેમના સનાતન ધર્મ નિવેદન માટે સખત ઠપકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ઉધયનિધિ સ્ટાલિનને પૂછ્યું, તમે 19(1) અ અને 25 હેઠળ તમારા અધિકારોનો દુરુપયોગ કર્યો છે, શું તમે જાણો છો કે તમે શું કહ્યું? તમને તેના પરિણામોનો અહેસાસ થવો જોઈએ, તમે મંત્રી છો સામાન્ય માણસ નથી.સુપ્રીમ કોર્ટ ડીએમકે નેતા ઉધયનિધિ સ્ટાલિનની અરજી પર સુનાવણી કરી રહી છે, જેમાં તેમણે સનાતન ધર્મ વિશેની તેમની કથિત ટિપ્પણી માટે તેમની સામેની એફઆઇઆરને ક્લબ કરવાની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટે સ્ટાલિનને કહ્યું- તમે કલમ 19(1)એ અને 25 હેઠળ તમારા અધિકારોનો દુરુપયોગ કર્યો છે. શું તમે કલમ 32ના દાયરામાં આવ્યા છો?

Advertisement

વરિષ્ઠ વકીલ એ.એમ. સિંઘવીએ એફઆઈઆરને એકસાથે જોડવાની દલીલ કરવા માટે અન્ય કેસોમાં અગાઉ આપેલા નિર્ણયોને ટાંક્યા હતા. સુપ્રીમ કોર્ટે સૂચવ્યું કે સ્ટાલિન તેના બદલે હાઈકોર્ટનો સંપર્ક કરી શકે છે. આ અંગે ઉધયનિધિના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે જો મારે ઘણી વખત હાઈકોર્ટમાં જવું પડશે તો મને બાંધી દેવામાં આવશે અને તે પ્રોસિક્યુશન સમક્ષ હેરાનગતિ હશે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે આ મામલે આવતા અઠવાડિયે સુનાવણી કરીશું.

સનાતનનો વિરોધ કરી શકાતો નથી, તેને મૂળમાંથી નાબૂદ કરવો પડશે ઉદયનિધિ સ્ટાલિને કહ્યું હતું કે, કેટલીક બાબતોનો માત્ર વિરોધ ન કરવો જોઈએ, પરંતુ તેને મૂળમાંથી નાબૂદ કરી દેવો જોઈએ. આપણે ડેન્ગ્યુ, મચ્છર, મેલેરિયા કે કોરોના વાયરસનો વિરોધ કરી શકતા નથી. આપણે આનો અંત લાવવો પડશે. આ રીતે આપણે સનાતનનો નાશ કરવાનો છે. સનાતન ધર્મ અંગે ઉધયનિધિની ટિપ્પણીને લઈને સમગ્ર દેશમાં ભારે હોબાળો થયો હતો. ભાજપે તેમના નિવેદનની આકરી ટીકા કરી હતી. સેફ્રોન પાર્ટીના આઈટી સેલના વડા અમિત માલવિયાએ ઉધયનિધિ સ્ટાલિનના નિવેદનની તુલના યહૂદીઓ વિશે હિટલરના વિચારોથ સાથે કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement