500 કરોડની ઠગાઈ મામલે કોમેડિયન ભારતી અને યુ-ટ્યૂબર એલ્વિશને સમન્સ
કોમેડિયન ભારતી, યુ ટ્યૂબર એલ્વિશ યાદવ તથા અન્ય ત્રણ સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅંસર નવી મુસીબતમાં મુકાઈ શકે છે. રૂૂ. 500 કરોડની ઠગાઈ મામલે પોલીસે તેમને સમન્સ મોકલ્યું છે. આ લોકો સામે તેમના સોશિયલ મીડિયા પેજ પર હાયબોક્સ મોબાઇલ એપનો પ્રચાર કરવાનો આરોપ છે. આ એપે લોકો સાથે 500 કરોડની છેતરપિંડી કરી હતી.
આરોપ લગાવવામાં આવ્યો કે સોશિયલ મીડિયા ઈનફ્લુઅંસર અને યુટ્યૂબરે તેમના પેજ પર હાયબોક્સ મોબાઇલ એપનો પ્રચાર કર્યો હતો અને લોકોને એપ દ્વારા રોકાણ કરવા પ્રેરિત કર્યા હતા. પોલીસે જણાવ્યું કે, આ મામલે મુખ્ય આરોપી શિવરામ (ઉ.વ.30)ની ધરપકડ કરી લેવામાં આવી છે. તે ચેન્નઈનો રહેવાસી છે.
ડીસીપી હેમંત તિવારીએ જણાવ્યું, હાયબોક્સ એક મોબાઇલ એપ છે. જે સુનિયોજિત છેતરપિંડીનો હિસ્સો હતી. આ એપના માધ્યમ દ્વારા આરોપીઓ પ્રતિ દિવસ એક થી પાંચ ટકા ગેરંટેડ રિટર્ન આપવાનો વાયદો કર્યો હતો. જે એક મહિનામાં 30 થી 90 ટકા થાય છે. આ એપને ફેબ્રુઆરી 2024માં લોન્ચ કરવામાં આવી હતી. એપથી 30,000 કરતાં વધુ લોકોએ પૈસાનું રોકાણ કર્યુ હતું. શરૂૂઆતના પાંચ મહિનામાં લોકોને સારું વળતર મળ્યું હતું. જોકે જુલાઈથી એપમાં ટેકનિકલ ખામી, કાનૂની મુદ્દા, જીએસટીનો ઉલ્લેખ કરીને ચૂકવણી બંધ કરી દેવામાં આવી હતી.