ગંગામાં બે બોટ વચ્ચે ટકકર: લાઇફ જેકેટથી 60 યાત્રીનો આબાદ બચાવ
વારાણસીના મનમંદિર ઘાટની સામે શુક્રવારે બપોરે શ્રદ્ધાળુઓથી ભરેલી બોટ પલટી ગઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ બોટમાં લગભગ 60 શ્રદ્ધાળુઓ હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના એક મોટી બોટ અને નાની બોટ વચ્ચે ટકરાયા બાદ બની હતી.
બોટમાં સવાર તમામ શ્રદ્ધાળુઓએ લાઈફ જેકેટ પહેર્યા હતા જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. સ્થળ પર હાજર પોલીસ અને ગઉછઋની ટીમે તમામ શ્રદ્ધાળુઓને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
ઓડિશાના એક ભક્ત પૂર્ણાનંદે જણાવ્યું કે બોટમાં 60 લોકો સવાર હતા, તેઓ ઓડિશાથી વારાણસી ફરવા આવ્યા હતા. તેમણે કહ્યું કે બોટમાં સવાર શ્રદ્ધાળુઓમાં મહિલાઓ અને વૃદ્ધોની સંખ્યા વધુ હતી. બાળકો ઓછા હતા. તેણે કહ્યું કે બધા બચી ગયા છે, એક ઘાયલ છે, તેને મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવી છે. દરમિયાન, બોટ પલટી જવાની માહિતી મળતાં જ ગઉછઋના જવાનો અને વોટર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તમામ મુસાફરોને બચાવ્યા હતા. બોટમાં સવાર તમામ લોકો સુરક્ષિત હોવાનું કહેવાય છે. જ્યારે બે લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
એડિશનલ પોલીસ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) ડો. એસ. ચન્નપ્પાના જણાવ્યા અનુસાર મોટી બોટમાં 58 લોકો સવાર હતા. નાની હોડીમાં છ લોકો સવાર હતા. મોટી બોટ સાથે અથડાવાને કારણે નાની હોડી પલટી ગઈ હતી. 11 એનડીઆરએફ, પીએસી ફ્લડ રિલીફ ટીમ અને વોટર પોલીસ કર્મચારીઓ દ્વારા તેમાં સવાર છ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. બે લોકોને પ્રાથમિક સારવાર માટે ડિવિઝનલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. બંને બોટ સંચાલકો સામે ગુનો નોંધવામાં આવશે.