કાશ્મીરમાં ઠંડીએ 50 વર્ષનો રેકોર્ડ તોડ્યો, શ્રીનગરમાં માઇનસ 8 ડિગ્રી
1934 બાદ સૌથી વધુ ઠંડી પડી, અનેક વિસ્તારોમાં પારો શૂન્યથી નીચે જતાં બરફની ચાદર છવાઇ, દાલ સરોવર થીજી ગયું
જમ્મુ-કાશ્મીરમાં ઠંડીએ રેકોર્ડ તોડી નાખ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શ્રીનગરમાં રવિવારે રાત્રે છેલ્લા 50 વર્ષમાં ડિસેમ્બરની સૌથી ઠંડી રાત નોંધાઈ હતી, જ્યારે લઘુત્તમ તાપમાન માઈનસ 8.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તે સામાન્ય કરતાં 6 ડિગ્રી ઓછું હતું. જો કે, અત્યાર સુધીની સૌથી ઠંડી રાત 13 ડિસેમ્બર, 1934ના રોજ નોંધાઈ હતી. આ દિવસે તાપમાન માઈનસ 12.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જેના કારણે રમણીય દાલ સરોવર પણ થીજી ગયું હતું.
હવામાન વિભાગે 24 ડિસેમ્બરથી જમ્મુ-કાશ્મીરમાં તીવ્ર ઠંડીનું મોજું આવવાની આગાહી કરી છે. તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. ઉત્તરાખંડમાં પણ 24 ડિસેમ્બરે ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, ચમોલી, ટિહરી, બાગેશ્વર, પિથોરાગઢ અને અલ્મોડામાં રાજ્યના ઉચ્ચ ભાગોમાં હળવો વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે.
હિમાચલ પ્રદેશના શિમલામાં ક્રિસમસ પહેલા સિઝનની બીજી હિમવર્ષાએ પ્રવાસીઓનો ઉત્સાહ ભરી દીધો હતો. મેદાની વિસ્તારોમાં, ઉત્તર પ્રદેશ, - પંજાબ, હરિયાણા, દિલ્હી-એનસીઆર, રાજસ્થાનમાં કેટલાક સ્થળોએ ઠંડા પવન અને વરસાદ સાથે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો.
પહાડો પર હિમવર્ષા સાથે, રાજધાની સહિત મેદાની વિસ્તારોમાં ઘણી જગ્યાએ ઝરમર વરસાદથી સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીમાં વધારો થયો છે. કાશ્મીરમાં ચિલ્લી કલાનના ત્રીજા દિવસે સોમવારે શ્રીનગરમાં હિમવર્ષા થઈ હતી અને ઘણી જગ્યાએ પારો શૂન્યથી નીચે નોંધાયો હતો.
હિમાચલ પ્રદેશના શિમલામાં ક્રિસમસ પહેલા સિઝનની બીજી હિમવર્ષાએ પ્રવાસીઓનો ઉત્સાહ ભરી દીધો હતો. મેદાની વિસ્તારોમાં, ઉત્તર પ્રદેશ, - પંજાબ, હરિયાણા, દિલ્હી-એનસીઆર, રાજસ્થાનમાં કેટલાક સ્થળોએ ઠંડા પવન અને વરસાદ સાથે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. સવારે અનેક વિસ્તારોમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી.
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં તાપમાનનો પારો માઈનસ 8.6 ડિગ્રી સુધી ગગડી ગયો હતો, જ્યારે મહત્તમ તાપમાન 7 ડિગ્રી નોંધાયું હતું. ઠંડીના કારણે દાલ સરોવરમાં અડધો ઇંચ બરફ જમા થયો છે. પાણીના અન્ય સ્ત્રોતો પણ થીજી ગયા છે. પહેલગામમાં લઘુત્તમ તાપમાન -5 ડિગ્રી અને ગુલમર્ગમાં -4.8 ડિગ્રી હતું.
હિમાચલના શિમલા, કુફરી, ડેલહાઉસી, કિન્નૌર અને ચંબામાં હિમવર્ષાને કારણે ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 30થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે. મનાલીમાં ધુમ્મસમાં 1,000 થી વધુ પ્રવાસી વાહનો અટવાઈ ગયા છે, 27 અને 28 ડિસેમ્બરે શિમલા અને હિમાચલના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થવાની સંભાવના છે.
અટલ ટનલમાં 1000 વાહનો ફસાયા, 700 લોકોને બચાવાયા
મનાલીમાં સોલાંગથી અટલ ટનલ સુધી 1000થી વધુ વાહનો ફસાઈ ગયા હતા. ઘણા લોકો વિન્ટર કાર્નિવલ જોવા ગયા હતા. દરમિયાન, ત્યાં પણ બરફ વર્ષા થઇ રહી છે. ટ્રાફિક જામ એટલો લાંબો હતો કે સેંકડો વાહનો અટવાઈ ગયા હતા. ત્યાર પછી મનાલી પોલીસ પ્રશાસન મદદે આવ્યું અને ધીમે ધીમે ટ્રાફિક જામ ખોલવામાં આવ્યો હતો. ડીએસપી મનાલી, એસડીએમ મનાલી અને એસએચઓ મનાલી પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. 700 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.