For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

CM નીતિશ કુમાર ફરી વિવાદમાં! રાષ્ટ્રગાન વચ્ચે વિચિત્ર પ્રકારની હરકતો કરવાં લાગ્યા, જુઓ વિડીયો

10:32 AM Mar 21, 2025 IST | Bhumika
cm નીતિશ કુમાર ફરી વિવાદમાં  રાષ્ટ્રગાન વચ્ચે વિચિત્ર પ્રકારની હરકતો કરવાં લાગ્યા  જુઓ વિડીયો

Advertisement

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જ્યાં તેઓ એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. રાષ્ટ્રગીત દરમિયાન, તેમણે તેમની બાજુમાં ઉભેલા મુખ્યમંત્રીના મુખ્ય સચિવ દીપક કુમારને વારંવાર સંબોધીને કંઈક કહેવાનો પ્રયાસ કર્યો. જ્યારે નીતિશ કુમાર વારંવાર હાથ હલાવીને દીપક કુમારને બોલાવવાનો પ્રયાસ કરતા હતા, તેણે નીતિશ કુમારને ધ્યાન કેન્દ્રિત સ્થિતિમાં ઊભા રહેવા કહ્યું. પરંતુ નીતિશ કુમાર હજુ પણ સંમત ન થયા અને ફરીથી એ જ વાતનું પુનરાવર્તન કર્યું.

જ્યાં સુધી રાષ્ટ્રગાન વાગી રહ્યું હતું ત્યાં સુધી નીતિશ કુમાર ફાંફા મારતા રહ્યાં અને રાષ્ટ્રગાન ખતમ થતા પહેલાં જ બંને હાથ જોડીને લોકોનું અભિવાદન કર્યું. મુખ્યમંત્રી નીતિશ કુમારની આ હરકત હવે નિશાના પર આવી ગઈ છે. RJD ના સુપ્રીમો લાલુ પ્રસાદે નીતિશ કુમારના આ વીડિયોને ટ્વિટ કરીને કહ્યું કે, 'રાષ્ટ્રગાનનું અપમાન, નહીં સહેગા હિન્દુસ્તાન. બિહારવાસીઓ હજુપણ કંઈ વધ્યું છે?'

Advertisement

https://x.com/yadavtejashwi/status/1902724700473872792

બિહારના મુખ્ય વિપક્ષી પક્ષ રાષ્ટ્રીય જનતા દળે ફરી એકવાર સીએમ નીતિશ કુમાર પર નિશાન સાધ્યું છે. હકીકતમાં, જ્યારે મુખ્યમંત્રી રાષ્ટ્રગીત દરમિયાન વાત કરતા જોવા મળ્યા ત્યારે આરજેડીએ સીએમ નીતિશ કુમાર પર નિશાન સાધ્યું છે. આ પ્રસંગ રાજધાનીમાં આયોજિત વિશ્વ સેપક ટાકરા સ્પર્ધાના ઉદ્ઘાટનનો હતો. આ સંદર્ભમાં આરજેડીએ એક વીડિયો પણ જાહેર કર્યો છે.

બીજી બાજું તેજસ્વી યાદવે પણ નીતિશ કુમારે આ હરકતને લઈને તેમના પર પ્રહાર કર્યા હતા અને તેમને માનસિક રૂપે અચેત જણાવ્યા હતા. તેજસ્વી યાદવે કહ્યું કે, 'મહેરબાની કરીને રાષ્ટ્રગાનનું તો અપમાન ન કરો. માનનીય મુખ્યમંત્રી જી. યુવા, વિદ્યાર્થી, મહિલા અને વડીલોને તો પ્રતિદિન અપમાનિત કરતા જ રહે છે. ક્યારેક મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ પર તાળી વગાડીને તેમનું અપમાન કરે છે તો ક્યારેક રાષ્ટ્રગાનનું! PS: તમને યાદ અપાવી દઈએ કે તમે એક મોટા પ્રદેશના મુખ્યમંત્રી છે. ગણતરીની સેકન્ડ માટે પણ તમે માનસિક અને શારીરિક રૂપે સ્થિર નથી અને તમારૂ આ પ્રકારે અચેત અવસ્થામાં આ પદ માટે રહેવું પ્રદેશ માટે ખૂબ ચિંતાજનક વાત છે. બિહારને વારંવાર આ પ્રકારે અપમાનિત ન કરો.'

Advertisement
Tags :
Advertisement
Advertisement