ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

દિલ્હીમાં ભગવંત માનના ઘરે દરોડાનો CM આતિશીનો દાવો, ચૂંટણી પંચે આપ્યો જવાબ

06:48 PM Jan 30, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી વચ્ચે આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના ઘરે દિલ્હી પોલીસે દરોડા પાડ્યા છે. કપૂરથલા હાઉસમાં તપાસ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. બીજી તરફ ચૂંટણી પંચે આ ઘટનાનો ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું કે, ભાજપના લોકો ધોરા પૈસા, ચંપલ, બેડશીટ વહેંચી રહ્યા હોય એવું જોવા નથી મળતું પરંતુ તેઓ એક ચૂંટાયેલા મુખ્યમંત્રીના નિવાસસ્થાને દરોડા પાડવા પહોંચે છે. તેમણે કહ્યું કે દિલ્હીની જનતા 5 ફેબ્રુઆરીએ ભાજપને જવાબ આપશે.

https://x.com/AtishiAAP/status/1884928129929507282

CVIGIL પોર્ટલ પર ફરિયાદ પ્રાપ્ત થઈ - અધિકારી

દરમિયાન, એક અધિકારીએ જણાવ્યું કે ચૂંટણી પંચના cVIGIL પોર્ટલ દ્વારા ફરિયાદ મળી છે કે અહીંથી રોકડનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. એટલા માટે અમે તપાસ માટે આવ્યા છીએ. અત્યારે અંદર જવાની પરવાનગી પંજાબ ડીઆઈજી પાસેથી લેવામાં આવી રહી છે. કપૂરથલા હાઉસ પંજાબના સીએમ ભગવંત માનનું દિલ્હીમાં ઘર છે.

અધિકારીએ કહ્યું કે ચૂંટણી ટીમે ત્રણ લોકોને અંદર જવાની પરવાનગી માંગી છે. જેમાં એક કેમેરા પર્સન અને બે ચૂંટણી અધિકારીઓનો સમાવેશ થશે. તેમણે કહ્યું કે અમને આદેશ મળતા જ અમે અંદર જઈને તપાસ કરીશું.

https://x.com/ANI/status/1884932109233787388
રિટર્નિંગ ઓફિસર ઓ.પી. પાંડેએ જણાવ્યું હતું કે, "CVIGIL પર ફરિયાદ મળી હતી કે કપૂરથલા હાઉસમાંથી પૈસાની વહેંચણી કરવામાં આવી રહી છે. અમારી FST ટીમ તેની તપાસ કરવા આવી હતી. FST અંદર જઈ શક્યું ન હતું, તેથી હું આવ્યો છું. અમારે ફરિયાદનો 100 મિનિટ નિકાલ કરવો પડશે. અમે તપાસ કરીશું અને પાછા જઈશું."

પંજાબના સીએમએ શું કહ્યું?

સીએમ ભગવંત માને કહ્યું કે દિલ્હી પોલીસ અને ચૂંટણી પંચ એ જોઈ શકતા નથી કે ભાજપના લોકો ખુલ્લેઆમ પૈસા વહેંચી રહ્યા છે. આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. ભાજપના ઈશારે ચૂંટણી પંચ અને દિલ્હી પોલીસ પંજાબની જનતાને બદનામ કરી રહી છે.

Tags :
aapBhagwant Mann's houseBhagwant Mann's house raidCM AtishidelhiElection Commissionindiaindia newspolitical newsPolitics
Advertisement
Next Article
Advertisement