હિમાચલમાં વાદળ ફાટ્યા: ભારે વરસાદ-પૂરથી 3નાં મોત, 20 તણાયા
હાઈડ્રોલિક પ્રોજેક્ટમાં કામ કરતા તણાયેલા મજૂરો પૈકી બેનાં મૃતદેહ મળ્યા, વાહનો ફસાયા, રસ્તાઓ-પુલ ધોવાયા, મિલકતોને ભારે નુકસાન
હિમાચલ પ્રદેશમાં ચોમાસાની શરૂૂઆત સાથે જ કુદરતનું ભયંકર સ્વરૂૂપ જોવા મળી રહ્યું છે. કુલ્લુ પછી, હવે કાંગડાથી એક હૃદયદ્રાવક સમાચાર આવ્યા છે, જ્યાં એક હાઇડ્રો પ્રોજેક્ટ નજીક એક કોતરમાં અચાનક પૂર આવતા 15 થી 20 કામદારો તણાઈ ગયા છે. આ ઉપરાંત કાંગડામાં બે અને ચંબામાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હતું. કુલુ જિલ્લામાં ચાર સ્થળે વાદળ ફાટ્યયા હતા અને ત્રણ લોકો તણાયા હતાં.
ગઇકાલે બપોરે ધર્મશાળા નજીક સોકની દા કોટ (ખાનિયારા) ખાતે આવેલા ઇન્દિરા પ્રિયદર્શિની હાઇડ્રોલિક પ્રોજેક્ટમાં માનુની કોતરમાં પાણીનો પ્રવાહ અચાનક એટલો જોરદાર બની ગયો કે કાંઠે બનેલા શેડમાં રહેતા લગભગ 15 થી 20 કામદારો તેમાં ફસાઈ ગયા. પ્રોજેક્ટમાં વેલ્ડર તરીકે કામ કરતા ચંબાના એક કામદાર ધર્મેન્દ્રએ જણાવ્યું કે બપોરે 1 વાગ્યાની આસપાસ હવામાન સ્વચ્છ હતું, પરંતુ અચાનક પૂર આવ્યું. અન્ય એક કાર્યકર પરવેઝ મોહમ્મદએ જણાવ્યું કે તેમણે એક મૃતદેહ જોયો છે અને એક કાર પણ પાણીમાં તણાઈ ગઈ છે.
ધર્મશાળાના ભાજપના ધારાસભ્ય સુધીર શર્માએ આ દુ:ખદ ઘટનાની પુષ્ટિ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે આ અત્યંત દુ:ખદ અને પીડાદાયક સમાચાર છે. તેમણે પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને કહ્યું છે કે તેઓ આ હૃદયદ્રાવક ઘટનામાં પરિવારો સાથે ઉભા છે. હાલમાં, કાંગડા વહીવટીતંત્રે મોટા પાયે શોધ કામગીરી શરૂૂ કરી છે. ચંબાના ચુરાહથી ભાજપના ધારાસભ્ય હંસ રાજે માહિતી આપી છે કે અત્યાર સુધીમાં બે મૃતદેહ મળી આવ્યા છે. જે જમ્મુ-કાશ્મીરના રહેવાસીઓ છે. હિમાચલના મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સુમુએ બનાવની પુષ્ટિ કરી અહેવાલને દુખદ ગણાવ્યા છે.
કાંગડા પહેલા, બુધવારે જ, કુલ્લુ જિલ્લામાં વરસાદે ભારે વિનાશ મચાવ્યો હતો. અહીં ચાર સ્થળોએ વાદળ ફાટવાની ઘટનાઓ નોંધાઈ હતી, જેના કારણે નદીઓ અને નાળા છલકાઈ ગયા હતા. સાંજ, બંજર, મનાલી અને મણિકરણ ખીણમાં વાદળ ફાટવાથી ભારે નુકસાન થયું હતું. સાંજમાં અચાનક પૂરમાં એક ઘર ધોવાઈ ગયું હતું, જેમાં એક પિતા-પુત્રી અને બીજી મહિલા પણ તણાઈ ગયા હતા. સદનસીબે, પુત્રીની માતા અને ભાઈ બચી ગયા હતા. મનાલીમાં પણ અંજની મહાદેવમાં અચાનક પૂર આવ્યું હતું અને વ્યાસ નદીનું ભયંકર સ્વરૂૂપ જોવા મળ્યું હતું. મનાલી પહેલા વહંગમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગનો એક ભાગ તૂટી ગયો છે, જેના કારણે હવે ફક્ત એક જ લેન આગળ વધી શકી છે.
હકીકતમાં, મંગળવાર રાત્રેથી બુધવારે બપોરે 12 વાગ્યા સુધી કાંગડામાં ભારે વરસાદ નોંધાયો હતો. આ સમયગાળા દરમિયાન, પાલમપુરમાં 145.4 મીમી, જોગીન્દરનગરમાં 113.0 મીમી, નાહનમાં 94.0 મીમી અને બૈજનાથમાં 85.0 મીમી વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે યલો એલર્ટ જારી કર્યું છે, જેમાં લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.