ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યું, ઘરો-હોટલો તણાઇ ગયા: અનેક લોકો લાપતા
ખીરગંગા નદીમાં અચાનક પૂર આવતા પહાડ ધસતાં ધરાલી ગામ પર ભેખડો પડી, ઇમર્જન્સી જાહેર: રાહત કાર્ય માટે આર્મી, પોલીસ અને SDRF-NDRFની ટીમો ઉતારાઇ
ઉતરાખંડ રાજયમાં ઉતરકાશી જિલ્લામાં આવેલા ધરાલી ગામમાં અચાનક વાદળ ફાટયું હતું જેના પગલે પહાડમાંથી મોટી સંખ્યામાં માટી અને ભેખડો પુરના પાણી સાથે ધસી આવતા તબાહી મચી ગઇ હતી. નદી કાંઠે આવેલી અનેક હોટલો- ઘર, હોમસ્ટેના બિલ્ડીંગ પર પથ્થરો અને માટીના થર ફરી વળ્યા હતા. પરિણામે 60થી વધુ લોકો દબાયા હોવાની આશંકા છે. હાલ સરકાર દ્વારા ઇમરજન્સી જાહેર કરીને આર્મી, પોલીસ, એસડીઆરએફ, એનડીઆરએફની ટીમો રાહત કાર્ય માટે ઉતારી દેવામાં આવી છે. જો કે સતાવાર રીતે કેટલાક લોકો કાટમાળમાં દબાયા છે તેનો આંક જાહેર કરાયો નથી. પરંતુ સ્થાનીક લોકોના જણાવ્યા પ્રમાણે સંખ્યા ઘણી મોટી હોવાની શકયતા છે. જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટે આ અકસ્માતની પુષ્ટિ કરી છે.
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી એક મોટી દુર્ઘટના બની છે. ગંગોત્રી ધામ અને મુખવા નજીક આવેલા ધારલી ગામમાં મંગળવારે વાદળ ફાટવાથી એક નાળો છલકાઈ ગયો. નાળાનું પાણી ટેકરી પરથી નીચાણવાળા વિસ્તારો તરફ ખૂબ જ ઝડપથી વહી રહ્યું છે. આ ઘટના ખૂબ જ ગંભીર છે અને સ્થાનિક લોકોને ચિંતામાં મૂકી છે. નાળાના પાણી સાથે આવેલા પૂરમાં ઘણા ઘરો તબાહ થઈ ગયા છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે 20થી 25 હોટલ અને હોમસ્ટેના બિલ્ડીંગ પુરના ધસમસતા પ્રવાહમાં તણાઇ ગયા છે. જેના પગલે અનેક બિલ્ડીંગોમાં નુકસાન થયું છે.
વાદળ ફાટ્યા બાદ નાળામાં પાણી ભરાઈ જવાથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો, પરંતુ સારી વાત એ છે કે અત્યાર સુધી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગે અકસ્માતની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. રાહત અને બચાવ ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે.
અસરગ્રસ્ત ગામ ગંગોત્રી ધામ અને ગંગાજીના શિયાળુ નિવાસ મુખવાની ખૂબ નજીક છે. આ વિસ્તારમાં વાદળ ફાટવાના કારણે લોકો ગભરાઈ ગયા છે. વહીવટીતંત્રે તમામ લોકોને સલામત રહેવાની સલાહ આપી છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે જરૂૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.