For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સ્વચ્છતા અભિયાન: 24 રેલવે સ્ટેશનો પરથી 77600 કિલો કચરાનો નિકાલ

05:22 PM Jul 18, 2024 IST | admin
સ્વચ્છતા અભિયાન  24 રેલવે સ્ટેશનો પરથી 77600 કિલો કચરાનો નિકાલ

175 ટ્રેનમાં ઓન-બોર્ડ હાઉસકીપિંગની સેવા

Advertisement

પશ્ચિમ રેલવે તેના ગ્રાહકોને વધુ સારી સેવા સુનિશ્ચિત કરીને સ્વચ્છ મુસાફરી વાતાવરણ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. આ ક્રમમાં ટ્રેનોમાં સ્વચ્છતા જાળવવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ હેતુ માટે સ્વચ્છ ટ્રેન સ્ટેશન અને ઓન-બોર્ડ હાઉસકીપિંગ સેવાઓ જેવી વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત લાંબા અંતરની ટ્રેનોમાં મુસાફરી દરમિયાન પેન્ટ્રીકારમાંથી પેદા થતો કચરો એકત્ર કરવા માટે વિવિધ સ્થળોએ ગાર્બેજ કલેક્શન પોઈન્ટ પણ બનાવવામાં આવ્યા છે, જેથી માત્ર ટ્રેનો અને રેલવે પરિસર સ્વચ્છ રહે બલકે રેલવે ટ્રેક ને કિનારે પર પણ સ્વચ્છતા જળવાઈ રહે. આ ઝુંબેશો સ્વચ્છ વાતાવરણ સુનિશ્ચિત કરે છે જે ટ્રેન મુસાફરીના અનુભવને બેહતર બનાવે છે.

પશ્ચિમ રેલવે ના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ વિજ્ઞપ્તિ મુજબ, લાંબા અંતરની ટ્રેનોની સફાઈ એવા સ્ટેશનો પર કરવામાં આવે છે જ્યાં પ્રાથમિક જાળવણી કરવામાં આવે છે.
અમદાવાદ, મુંબઈ સેન્ટ્રલ, રતલામ, ભાવનગર, વડોદરા, વગેરે. આ પહેલ હેઠળ પશ્ચિમ રેલવે માં લગભગ 600 ટ્રેનોની સફાઈ કરવામાં આવે છે અને ટ્રેનની સફાઈ દરમિયાન એકઠા થયેલા તમામ કચરાનો નિયમ મુજબ નિકાલ કરવામાં આવે છે.

Advertisement

પશ્ચિમ રેલવે ના 24 સ્ટેશનો પર પેન્ટ્રી કાર દ્વારા કચરો એકત્ર કરવામાં આવે છે, જ્યાં 77600 કિલો ગ્રામ કચરો (સૂકો અને ભીનો કચરો સહિત) પેન્ટ્રી કારથી એકત્રિત કરવામાં આવે છે અને નિયમો અનુસાર અંતિમ નિકાલ માટે સંબંધિત પ્રબંધક દ્વારા રસીદ પર સહી કરવામાં આવે છે. પશ્ચિમ રેલવેની કુલ 175 ટ્રેનોમાં ઓન-બોર્ડ હાઉસકીપિંગ સેવાઓ છે.ભારતીય રેલવે તમામ ટ્રેનોમાં સ્વચ્છતા અને પરિચાલન અનુશાસન ના ઉચ્ચતમ ધોરણો જાળવવા માટે પ્રતિબદ્ધ છે. મુસાફરો અને હિતધારકોને તાત્કાલિક નિવારણ માટે આવી કોઈપણ ઘટનાની જાણ કરવાનું ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે, જે દરેક માટે સ્વચ્છ અને સલામત મુસાફરી વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે ભારતીય રેલવેની પ્રતિબદ્ધતા ની પુષ્ટિ કરે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement