For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દિલ્હીમાં સીએમ બંગલાની બહાર બબાલ: પોલીસ-આપ નેતાઓ વચ્ચે ઝપાઝપી

05:56 PM Jan 08, 2025 IST | Bhumika
દિલ્હીમાં સીએમ બંગલાની બહાર બબાલ  પોલીસ આપ નેતાઓ વચ્ચે ઝપાઝપી

Advertisement

દિલ્હીના રાજકારણમાં સીએમ હાઉસને લઈને રાજકીય વિવાદ ચાલી રહ્યો છે. અઅઙના રાજ્યસભા સાંસદ સંજયસિંહ અને મંત્રી સૌરભ ભારદ્વાજ અને અન્ય નેતાઓ સિવિલ લાઈન્સ સ્થિત સીએમ હાઉસ પહોંચ્યા હતા. મીડિયા પણ તેમની સાથે હતું. પોલીસે સીએમ હાઉસની બહાર ભીડને રોકી હતી. સ્થળ પર બેરિકેડીંગ કરવામાં આવ્યું હતું. જે બાદ આપ નેતાઓ એમ કહીને ચાલ્યા ગયા કે તેઓ પીએમ હાઉસ જોવા જઈ રહ્યા છે. જો કે, આપ નેતાઓને ફરી એકવાર રસ્તામાં રોકી દેવામાં આવ્યા હતા.

પોલીસે આપ નેતાઓના કાફલાને લોક કલ્યાણ માર્ગ પર આગળ વધવાની મંજૂરી આપી ન હતી, ત્યારબાદ આપ નેતાઓ અન્ય માર્ગે રવાના થયા હતા. લોક કલ્યાણ માર્ગ પર કડક સુરક્ષા વ્યવસ્થા છે. આ રોડ પર પીએમનું નિવાસસ્થાન છે.અગાઉ, સિવિલ લાઇન્સમાં દિલ્હીના સીએમ આવાસમાં પ્રવેશવાને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી. અઅઙ નેતાઓનું કહેવું છે કે બીજેપી કહી રહી છે કે સીએમ હાઉસમાં લક્ઝરી સુવિધાઓ છે. લક્ઝરી સુવિધાઓ હોય તો ખુલ્લેઆમ બતાવવી જોઈએ. અમે તે સુવિધાઓ જોવા આવ્યા છીએ.

Advertisement

અઅઙ નેતાઓ તેમની સાથે મીડિયાકર્મીઓ સાથે પહોંચ્યા હતા.અહીં બીજેપી પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવ પણ સીએમ આતિષીના બંગલાની બહાર પહોંચી ગયા છે. તેઓ ત્યાં ગેટ ખોલવા વિનંતી કરી રહ્યા છે. સચદેવા કહે છે કે આતિશી પાસે બે બંગલા છે. આખરે તેને કેટલા બંગલા જોઈએ છે? સચદેવાએ કહ્યું, અમે આતિષીના ઘરની બહાર ઉભા છીએ. તેમની પાસે 2 બંગલા છે. બંગલા દેવીને હજુ કેટલા બંગલા જોઈએ છે? બંગલાવાળી દેવીને કેટલા બંગલા જોઈએ છે?

Advertisement
Tags :
Advertisement
Advertisement