સંસદની બહાર વિપક્ષી સાંસદો-પોલીસ વચ્ચે સમરાંગણ
04:07 PM Aug 11, 2025 IST
|
Bhumika
Advertisement
અખિલેશ બેરિકેડ ઠેકયા, મહુઆ મોઈત્રા સહિત બે મહિલા સાંસદો બેભાન થઈ ગયા
Advertisement
નવીદિલ્હીમાં આજે સવારે મતદારયાદીના ગોટાળાઓના વિરોધમાં લોકસભા અને રાજ્યસભાના વિપક્ષી સાંસદોએ સંસદથી ચુંટણીપંચની ઓફિસ સુધી કૂચ યોજતા પોલીસ અને સાંસદો વચ્ચે સમરાંગણ જેવી સ્થિતિ સર્જાયેલ હતી.
વિપક્ષી સાંસદો હાથમાં ‘વોટ બચાવો’ના બેનરો લઈને નિકળ્યા હતાં. જો કે, પોલીસે કુચ અટકાવી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ સહિતના નેતાઓની અટકાયત કરતાં સાંસદોએ મોદી સરકાર સામે ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતાં. ઈન્ડિયા બ્લોકે મંજૂરી નહીં લીધાનું જણાવી પોલીસે બેરિકેડસ ગોઠવી કુચ અટકાવતાં સાંસદો જમીન પર બેસી ગયા હતાં. જ્યારે અખિલેશ યાદવે બેરિકેડસ કુદીને આગળ જવા પ્રયાસ કર્યો હતો. આ ધમાલમાં ટીએમસીના સાંસદ મિતાલી બાગ અને મહુઆ મોઈત્રા બેભાન થઈ ગયા હતાં.
Next Article
Advertisement